વડોદરા માં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ નું આયોજન

0
35

વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 25 હજાર જેટલા પાટીદારો ભાગ લેશે.

સરદાર ધામના ટ્રસ્ટી એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે, સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે. તા.24-3-019ના રોજ વડોદરા ખાતે સાંજે 5 કલાકે યોજાનાર શુભારંભ સમારોહમાં સરદારધામની પ્રવૃત્તિનો સંદેશ મધ્ય ગુજરાતના સૌ પાટીદારના ઘરઘર સુધી પહોંચાડવાનો આશય છે. સરદારધામ દ્વારા ચાલતા 8 સિવિલ સર્વિસ કેન્દ્રોમાંથી ફક્ત બે વર્ષમાં વર્ગ 1,2,3માં 984 પાટીદાર યુવાનો જાહેર સેવા કેન્દ્રમાં જોડાયેલા છે. આગામી દિવસોમાં અમદાવાદ એસ.પી. રીંગ રોડ ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય સરદારધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here