Thursday, September 23, 2021
Homeવડોદરા માં 500 રહીશો એ ચૂંટણી બહિષ્કાર કર્યો, બેનર્સમાં લખ્યુ 'સાંસદ અને...
Array

વડોદરા માં 500 રહીશો એ ચૂંટણી બહિષ્કાર કર્યો, બેનર્સમાં લખ્યુ ‘સાંસદ અને ધારાસભ્ય ખોવાયા છે’

વડોદરાઃ વડોદરા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ પ્રચાર શરૂ થઇ ગયો છે, ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય અને સાંસદ સામે રોષ વ્યક્ત કરતા બેનર્સ અને હોર્ડિંગ્સ લાગ્યા છે. જેમાં ચૂંટણીનો બહિષ્કાર અને સાંસદ અને ધારાસભ્ય ખોવાઇ ગયા હોવાનું લખવામાં આવ્યું છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્લમ ફ્રી સિટી અંતર્ગત વોર્ડ-13ના વિશ્વામિત્રીનગર, મહાકાળીનગર, સુભાષનગરના મકારનો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બેઘર બનેલા 500 રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અને અકોટા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે ભાજપ વિરૂદ્ધ બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ બેનર્સ અને હોર્ડિંગ્સમાં લખવા માં આવ્યું છે કે, ચૂંટણી બહિષ્કાર, કામ નહીં તો વોટ નહીં. આ ઉપરાંત વિકાસ તો તમારો થયો છે અમારા તો ઘરનો વિનાશ થયો છે. ધારાસભ્ય અને બે વર્ષ થઇ ગયા છે. સાંસદને 5 વર્ષ થઇ ગયા છે. પરંતુ મત લઇ ગયા પછી ક્યારેય દેખાયા નથી. અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

બેઘર બનેલા લોકો પૈકી કેટલાક પરિવારો ફૂટપાથ પર દિવસો પસાર કરી રહ્યા છે. 90 જેટલા પરિવારોએ મહાનગર પાલિકા માંથી મકાન મેળવવા રૂપિયા 25 હજાર ભરી દીધા હોવા છતાં હજુ સુધી મકાન ન મળતા લોકોમાં ભારે રોષ છે. આ રહીશોએ અગાઉ અનેક વખત મહાનગરપાલિકામાં અનેક વખત મોરચા લઇને જઇને રજૂઆતો કરી છે પરંતુ તેઓ મકાનો મળ્યા નથી. જેના કારણે કામ નહીં તો વોટ નહીં તેવા બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવીને પોતાનો રોષ ઠાલવ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments