Tuesday, November 28, 2023
Homeવડોદરા : મુવાલમાં બજેટની ગ્રામસભા તોફાની બની, ભાજપ-કોંગ્રેસના સમર્થકો સામ-સામે આવી જતા...
Array

વડોદરા : મુવાલમાં બજેટની ગ્રામસભા તોફાની બની, ભાજપ-કોંગ્રેસના સમર્થકો સામ-સામે આવી જતા પોલીસ દોડી ગઇ

- Advertisement -

વડોદરાઃ પાદરા તાલુકાના મુવાલ ગામમાં વર્ષ-2019-20ના બજેટ માટે યોજાયેલી ગ્રામ સભા તોફાની બની હતી. ભાજપ-કોંગ્રેસના સમર્થકોએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા બજેટની કાર્યવાહી થઇ શકી ન હતી. મામલો ઉગ્ર બનતા વડુ પોલીસ દોડી આવી હતી. અને મામલો થાળે પાડ્યો હતો.

પોલીસે મામલો થાળે પાડ્યો
મુવાલ ગામમાં વર્ષ-2019-20નું બજેટ મંજૂર કરવા માટે ગ્રામસભા મળી હતી. ગ્રામ સભામાં મોટી સખ્યામાં ભાજપા અને કોંગ્રેસના સમર્થકો ઉમટી પડ્યા હતા. બજેટ રજૂ કરાતાની સાથેજ વિપક્ષ દ્વારા વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે સત્તાધારી જૂથ બચાવમાં આવતા મામલો ઉગ્ર બની ગયો હતો. મામલો ઉગ્ર બનતા વડુ પોલીસ મુવાલ ગામમાં દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. સત્તાધારી અને વિપક્ષ જૂથો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અગાઉ બે વખત બજેટની મંજૂરી માટે સભા મળી હતી. પરંતુ બંને વખત બજેટ મંજૂર ન થતાં આજે ત્રીજી વખત સભા મળી હતી. અને ત્રીજી સભા પણ તોફાની બની હતી. જો બજેટ મંજૂર નહીં થાય તો સભા સુપર સીડ થવાની શક્યતાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular