વડોદરા શહેર પોલીસે ધોરણ-10 અને 12ના પરીક્ષાર્થીઓને તણાવ મુક્ત કરવા હેલ્પલાઈન શરૂ કરી

0
16

વડોદરાઃ 7 માર્ચથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેને પગલે 84000 પરીક્ષાર્થીઓને તણાવને દૂર કરવા માટે શહેર પોલીસ દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઈ છે. શહેરની સુરક્ષા સેતુ સોસાયટી, શિક્ષણ વિભાગ, શહેર પોલીસ, બાળ વિકાસ મંત્રાલય, એકેડમી ઓફ પિડીયાટ્રિક સહયોગથી સાંત્વના હેલ્પલાઇન શરુ કરાઈ છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મુશ્કેલીનુ નિરાકરણ લાવવા માટે DEO સાથે 10 પ્રિન્સિપાલ, 2 સાઈકિયાટ્રિસ્ટ, 2 સાઈકોલોજિસ્ટ અને MS યુનિવર્સિટીના સાઈકોલોજી ડિપાર્ટમેન્ટ તથા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ઉપરાંત 12 બાળરોગ નિષ્ણાંત તબીબો મદદરૂપ થશે.

શહેર પોલીસ કમિશનર અનુપસિંઘ ગેહલોત, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તથા ડીઇઓ રાઠોડે સાંત્વના હેલ્પલાઇન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ ભવન ખાતે સાંત્વના હેલ્પલાઇન માટે કન્ટ્રોલ રૂમ શરુ કર્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા આ કન્ટ્રોલ રૂમ ઓપરેટ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કયા પ્રકારની મુશ્કેલી છે તે જાણીને ફોન તજજ્ઞોને ટ્રાન્સફર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here