Monday, October 18, 2021
Homeવડોદરા : શિક્ષિકા અને પ્રિન્સિપાલ કહે છે, છોકરીઓએ અડપલાંની અમને કોઈ ફરિયાદ...
Array

વડોદરા : શિક્ષિકા અને પ્રિન્સિપાલ કહે છે, છોકરીઓએ અડપલાંની અમને કોઈ ફરિયાદ કરી ન હતી

વડોદરા: સુભાનપુરામાં શિક્ષણ સમિતિ સંચાલિત ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રાથમિક શાળાના રીનોવેશનનું કામ કરી રહેલ ક્યુબ કન્સ્ટ્રક્શનનો સુપરવાઈઝર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો હોવાની ફરિયાદો અંગે શિક્ષિકાઓએ પણ આંખ આડા કાન કરતા વાલીઓએ સુપરવાઈઝરને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો. જેના પગલે શુક્રવારે પોલીસે સુપરવાઈઝરની ધરપકડ કરીને શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ અને વાલીઓના નિવેદન લીધા હતા.

કંપની દ્વારા શાળા માટે નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી
સુભાનપુરામાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રાથમિક શાળા ત્રણેક વર્ષ અગાઉ ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પોતાના સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત દત્તક લેવામાં આવી હતી. જેના અંતર્ગત છેલ્લા આઠેક માસથી કંપની દ્વારા શાળા માટે નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા 10 વર્ષથી ક્યુબ કન્સ્ટ્રક્શનમાં કામ કરતા મૂળ બિહારના રાજેશ કુલદીપ મિશ્રાને ગત 16 જાન્યુઆરીથી સુપરવાઈઝર તરીકે મુકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ શાળાની શિક્ષિકાઓને ફરિયાદ કરી હતી
આ સુપરવાઈઝર દ્વારા ઘણા સમયથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કરવામાં આવતી હોવા અંગે કેટલીક વિદ્યાર્થીઓએ શાળાની શિક્ષિકાઓને ફરિયાદ કરી હતી. જેને નજરઅંદાજ કરીને મામલો રફેદફે કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ગુરુવારે વાલીઓએ ભેગા મળી સુપરવાઈઝરને મેથીપાક ચખાડીને ગોરવા પોલીસને હવાલે કર્યો હતો.
હિતશત્રુઓના કારણે અમારે કામ બંધ કરવું પડી રહ્યું છે
આ શાળા દત્તક લીધા બાદ નવા બિલ્ડિંગની કામગીરી પણ અમે જાતે જ હાથે ઉપાડી હતી અને નવું સત્ર શરુ થાય તે પહેલા જ બાળકો માટે ખુલ્લી મુકવાની ઈચ્છા હતી, પરંતુ કોઈ મોટી બ્રાન્ડ દ્વારા સારું એવું કામ કરાય તે હિતશત્રુઓને ખૂંચતા આ પબ્લિસિટી સ્ટન્ટ ઉભો કરાયો છે. આવા કિસ્સાઓને કારણે કંપનીનું નામ બગડે તે ના પોસાય તેમ હોવાથી અમે આ કામ અટકાવી રહ્યા છે.- બિંદિયા શાહ, ડાયરેક્ટર, ક્યુબ કન્સ્ટ્રક્શન
કામ બંધ છે તેની અમને જાણ નથી
આજે  શાળાની મુલાકાત લીધી ત્યારે ના તો પ્રિન્સિપાલ પાસેથી ના તો કન્સ્ટ્રક્શન કંપની તરફથી કામ બંધ કરાયું છે તેવી જાણકારી મળી છે. અમે નિરીક્ષકોની એક ટુકડી બનાવીને આ ઘટનાની તપાસ શરુ કરી છે અને આગામી 7 દિવસમાં તેનો રિપોર્ટ આવી જશે. – ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, શાસનાધિકારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments