વડોદરા : સરદાર સરોવરના પ્રદૂષણની વિગતો સરકાર જાહેર કરવા માટે પર્યાવરણવિદે ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો

0
9

વડોદરાઃ જાન્યુઆરીમાં સરદાર સરોવર ડેમના પાણીમાં પ્રદુષણ ચિંતાજનક રીતે વધ્યું હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુર અને નર્મદાના 138 ગામોને પાણી આપવાનું તે સમયે બંધ કર્યું હતું. ત્યારે આ પ્રદુષણના મુદ્દે જુદી-જુદી સરકારી એજન્સીઓએ જુદા-જુદા કારણો આપ્યા હતા. પણ ગુજરાત સરકારે આ પ્રદુષણના કારણ વિશેની કોઇ સત્તાવાર સ્પષ્ટતા 4 મહિના બાદ પણ કરી નથી. આ સ્પષ્ટતા કરવાની અપીલ કરતો પત્ર વડોદરાના પર્યાવરણવિદ રોહીત પ્રજાપતિએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પ્રિન્સિપાલ સેક્રેટરી, રાજ્યના ચીફ સેક્રેટરી સહિતી 7 એજન્સીનો પાઠવ્યો છે.

સરકારી એજન્સીઓએે અગાઉ શું કહ્યું હતું ?
ડેમમાં જુદી જુદી ઊંડાઇ, તળિયામાંથી પાણીના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓ ઓસેનોગ્રાફી લે પછી તે રિપોર્ટ જાહેર કરશે.

જીપીસીબીએ કહ્યું કે, ડેમ નીચે નાનો ધરતીકંપ થયો, જમીનની નીચે તિરાડમાંથી ગેસ નીકળ્યો છે.
ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવેજ બોર્ડે પાણીમાં સલ્ફાઇડ હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ચોમાસું સારું ન ગયું હોવાથી પાણીમાં વનસ્પતિને લીધે કહોવાટ લાગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here