Monday, September 20, 2021
Homeવડોદરા : હનુમાનજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા દંપતિ પર ટેન્કર...
Array

વડોદરા : હનુમાનજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા દંપતિ પર ટેન્કર ફરી વળ્યું,

વડોદરા: હનુમાન જયંતિ નિમિત્તે હાઇવે ઉપર આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહેલા મોપેડ સવાર દંપતિને વાઘોડિયા બાયપાસ પાસે ટેન્કરે અડફેટે લીધા હતા. ટેન્કર સાથે દંપતિ 25 ફૂટ ઢસડાયું હતું. જેમાં પતિનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

 

 

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાણીગેટ વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગરમાં રહેતા અને પીડબલ્યુડીમાંથી નિવૃત્ત થયેલા બિપીનચંદ્ર મહેતા આજે હનુમાન જંયતિ હોવાથી પત્ની ભાનુબહેનને લઇ મોપેડ પર હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતિ દર્શન કરીને ઘર તરફ આવી રહ્યું હતું, તે સમયે વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થઇ રહેલા ટેન્કરે તેઓને અડફેટે લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા બ્રિજ નીચે ટર્નિંગ પર અવાર-નવાર અકસ્માતો બની રહ્યા છે. અગાઉ આજ સ્થળે વાઘોડિયાની એક વિદ્યાર્થીની, એક યુવાન અને એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સ્થળે પોલીસ પોઇન્ટ હોવા છતાં અવાર-નવાર અકસ્માતો બનવા છતાં તંત્ર દ્વારા અકસ્માતોના બનાવોને રોકવા માટે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments