Tuesday, September 21, 2021
Homeવડોદરા : હાઇકોર્ટના નિર્દેશ બાદ પાલિકા પાણી આપવા દોડી
Array

વડોદરા : હાઇકોર્ટના નિર્દેશ બાદ પાલિકા પાણી આપવા દોડી

વડોદરા: શહેરના તરસાલી સ્થિત હિંમતનગર, આર્દશનગર, નવીનગરીમાં 800 પરિવારો રહે છે અને તેમાં 3200 નાગરિકો વસવાટ કરે છે. આ નાગરિકોને પીવાનુ પાણી બોર થકી અપાતુ હતુ અને તેમાં ટીડીએસનુ પ્રમાણ ખુબ જ વધતુ પડતુ હોવાના રિપોર્ટ ખુદ પાલિકાએ મેળવ્યા હતા. આઉટગ્રોથ વિસ્તારોમાં પાણીના નેટવર્કના અભાવે વિવાદ ઉભો થયો હતો.

આ સંજોગોમાં, આવા વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવાની માંગણી સાથે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઇકોર્ટમાં તાજેતરમાં આવા વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો અને તેની વધુ સુનાવણી રાખી છે.

હાઇકોર્ટે નિર્દેશથી પાલિકાના પાણી પુરવઠા વિભાગે પહેલી વખત તરસાલીની નવીનગરી, હિંમતનગર, આદર્શન ગરના રહેવાસીઓ માટે સામેથી પાણીની ટેન્કર મોકલી આપી હતી. સામાન્ય રીતે વ્યકિત દીઠ રોજનું 150 લિટર પાણી જરૂરી હોય છે અને 800 પરિવારોની 3200 વ્યકિત માટે 4.80 લાખ લિટર પાણીની જરૂરત છે.

પરંતુ, પાલિકાએ 10 હજાર લિટરની એક એવી ત્રણ ટેન્કર મોકલીને જવાબદારી પૂરી કરવાનો સંતોષ માણ્યો હતો. કલાલીમાં પાણીની ટેન્કર મોકલાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments