Tuesday, December 7, 2021
Homeવડોદરા : 1001 ફીટ લાંબા ત્રિરંગા સાથે 200 વિદ્યાર્થીઓની વિરાંજલિ
Array

વડોદરા : 1001 ફીટ લાંબા ત્રિરંગા સાથે 200 વિદ્યાર્થીઓની વિરાંજલિ

વડોદરા: 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે થયેલા ફિદાયીન હુમલામાં દેશના 44 વીર જવાનોએ શહીદી થયા હતા. શનિવારે સવારે કારેલીબાગ સ્થિત અંબે વિદ્યાલય, ઉપભોક્તા અધિકાર સંગઠન અને ગુજરાત એકસાઇઝ એન્ડ પ્રોહિબિશનના સંયુક્ત ઉપક્રમે 1001 ફિટ લંબાઈ ધરાવતા ત્રિરંગા સાથે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓ અને વોલેન્ટિયર્સે ભાગ લીધો હતો.

સવારે 9 વાગ્યે કારેલીબાગ અંબે સ્કુલ ખાતેથી અમિતનગર સર્કલ થઈ એરપોર્ટ સર્કલ થઈને વેદાંત કોમ્પ્લેક્ષ પાસેથી થઈને અંબે સ્કુલ ખાતે પૂર્ણ થઇ હતી. ત્રિરંગા યાત્રા 2 થી 2.5 કિમી વિસ્તારમાં ફરી હતી અને યાત્રામાં વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ માટેના સંદેશા આપતા પ્લેકાર્ડ્સ પણ સાથે રાખ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments