વડોદરા : 300 કરોડના બોગસ બિલ કૌભાંડમાં મનપસંદ બેવરેજીસના 3 ડાયરેક્ટરના રાજીનામા આપ્યા

0
37

વડોદરાઃ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીનું 300 કરોડનું બોગસ બિલ સામે આવતાં કંપનીના મેનેજમેન્ટ બોર્ડના 3 ડાયરેક્ટર કક્ષાના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. કંપનીના ત્રણ મહત્વના હોદ્દેદારો કૌભાંડના આરોપસર જેલમાં છે. અને હવે 3 ડાયરેક્ટર કક્ષાના હોદ્દેદારોના રાજીનામા બાદ કંપનીના મેનેજમેન્ટ બોર્ડમાં માત્ર 4 વ્યક્તિઓ જ છે.

કંપનીના એમ.ડી, ચીફ ફાઇનાન્સ ઓફિસર જેલમાં છે
કૌભાંડમાં એમ.ડી. અભિષેક સિંગ, હર્ષવર્ધન સિંગ, ચીફ ફાઇનાન્સ ઓફિસર પરેશ ઠક્કર જેલમાં છે. કૌભાંડ સામે આવ્યા બાદ કંપનીના ત્રણ મહત્વના હોદ્દેદારો વિશાલ સુદ- નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર , ભરત વ્યાસ- ઇન્ડિપેન્ડન્ટ ડાઇરેક્ટર તથા ધ્રુવ અગ્રવાલ- ડાયરેક્ટર દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભરત વ્યાસે વ્યસ્તતાને કારણે અને વિશાલ સુદ તથા ધ્રુવ અગ્રવાલે જી.એસ.ટી કૌભાંડના કારણે રાજીનામું આપ્યું છે.

કંપનીના શેરમાં 20 ટકા જેટલો ઘટાડો
શુક્રવારે કંપનીના ત્રણ મહત્વના હોદ્દેદારોની કૌભાંડમાં સંડોવણીને પગલે ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.સોમવારે શેર બજારમાં કંપનીના શેરમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here