Tuesday, October 26, 2021
Homeવડોદરા : 712 એક્ટિવ કેસ પૈકી 103 દર્દી ઓક્સિજન ઉપર અને 56...
Array

વડોદરા : 712 એક્ટિવ કેસ પૈકી 103 દર્દી ઓક્સિજન ઉપર અને 56 દર્દી વેન્ટિલેટર ઉપર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26296 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 થયો છે. સોમવારે વધુ 70 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં અત્યાર સુધીમાં કુલ 25338 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 712 એક્ટિવ કેસ પૈકી 103 દર્દી ઓક્સિજન ઉપર અને 56 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 553 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7968 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 26296 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3919, પશ્ચિમ ઝોનમાં 4389, ઉત્તર ઝોનમાં 5168, દક્ષિણ ઝોનમાં 4816, વડોદરા ગ્રામ્યમાં 7968 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ કિશનવાડી, રામદેવનગર, વારસીયા, કારેલીબાગ, નવાપુરા, સમા, એકતાનગર, ચાણ‘યપુરી, રંગમહલ, ગાજરાવાડી, કપુરાઇ, સોમા તળાવ, વાઘોડીયા રોડ, માંજલપુર, લાલબાગ, દરબાર ચોકડી, ચોખંડી, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાદંલજા, અટલાદરા, ગોત્રી રોડ, સુભાનપુરા.
ગ્રામ્ય: અનગઠ, આંતી, ખાનપુર, ઉંડેરા, પાદરા(અર્બન), ગુંતાલ, ગવાસદ, ડભોઇ, કરજણ(અર્બન).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments