Tuesday, September 28, 2021
Homeવડોદરા : IPLનો સટ્ટો રમાડતા બે સટ્ટોડિયા ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ...
Array

વડોદરા : IPLનો સટ્ટો રમાડતા બે સટ્ટોડિયા ઝડપાયા, 3.92 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા: વડોદરા શહેરમાં bar4bet.com નામની સાઇટનો ઉપયોગ કરી IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા સટ્ટોડીયા પૈકી બે યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. આ સટ્ટો ફતેગંજમાં રોયલ હબ એપાર્ટમેન્ટના ચોથા માળે હાઇએચ કાફેની ઓફિસમાં રમાતો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. કે. જે.ધડુકે જણાવ્યું હતું કે, ફતેગંજમાં રોયલ હબ એપાર્ટમેન્ટમાં હાઇએચ કાફેમાં પોલીસે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. અને સટ્ટો રમાડતા 20 વર્ષિય જૈનમ નિલય શેઠ (રહે. રાજકમલ સોસા., અકોટા) અને 26 વર્ષિય વિશાલ સમીરપ્રસાદ જોષી (રહે. વ્રજવિહાર સોસા., વાસણા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેઓના 3 સાગરીત ઝુબેર યુસુફભાઇ ગરાસીયા (રહે. ભાગ્યલક્ષ્મી સોસા., પાદરા), સલમાન (રહે. આજવા રોડ, વડોદરા) અને સતિષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકી લાઇવ મેચ જોઇને મોબાઇલ પર વેબસાઇટ દ્વારા બુકીઓની મદદથી આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રૂપિયા 85,000, 3 મોબાઇલ, એક એલ.ઇ.ડી., સેટએપ બોક્સ, એક ટુ-વ્હીલર અને એક કાર મળી કુલ રૂપિયા 3,92,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments