વડોદરા : MSUનો રાજ્ય રેન્કિંગમાં પણ શરમજનક દેખાવ

0
31

વડોદરા: ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કની જેમ સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ નેશનલ રેન્કિંગ ફ્રેમ વર્કમાં 200માંથી સ્થાન ગુમાવ્યા બાદ રાજ્ય સરકારે શરૂ કરેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કમાં પણ શરમજનક દેખાવ કર્યો છે. યુનિવર્સિટીએ 11મા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. 1 થી 10માં નહિ આવનાર યુનિવર્સિટીને માત્ર 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. યુનિવર્સિટીએ 90 માંથી 50.28નો સ્કોર પ્રાપ્ત કર્યો છે.

રાજ્ય સ્તરના રેન્કિંગમાં પણ પછડાટ ખાધી
એમ.એસ.યુનિવર્સિટી રાજ્ય સ્તરની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં પણ 1 થી 10માં સ્થાન મેળવી શકી નથી. 5 માંથી 2.94 સીજીપીએ (ક્યુમિલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ) સાથે શરમજનક દેખાવ કર્યો છે. માત્ર 3 સ્ટાર મેળવી શકનાર યુનિવર્સિટીને ફ્રેમવર્ક માટે ગણવામાં આવેલ ચાર પેરામીટરમાં બેમાં 3 સ્ટાર અને બે 5 સ્ટાર મળ્યા છે. જેમાં ટીચિંગ, લર્નિંનીંગ અને પીસોર્સમાં તથા રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસમાં 3 સ્ટાર મળ્યા છે. ગ્રેજ્યુએશન આઉટ કમ અને આઉટરીચ એન્ડ ઇન્કલ્યુસિટીમાં 5 સ્ટાર રેન્કિંગ મળ્યું છે. યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સ્તરના રેન્કિંગમાં માર ખાધા બાદ રાજ્ય સ્તરના રેન્કિંગમાં પણ પછડાટ ખાધી છે.
રાજ્યમાં PG અને UGના સૌથી વધારે વિદ્યાર્થીઓ MSUમાં છે
એમ.એસ.યુનિ.ના સત્તાધીશોએ જણાવ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સૌથી વધારે છે. અન્ય યુનિ. માં ઓછી સંખ્યા હોય છે. આ એક કારણ પણ રેન્કિંગમાં નંબર પાછળ જવાનું છે. વિદ્યાર્થીઓની સંખ્યાની સામે 50 ટકા હંગામી શિક્ષકો છે.
આ પેરામીટરમાં પાછળ રહી
ફેકલ્ટી પોઇન્ટ પોઇન્ટ
ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો 30 15.22
ફેકલ્ટી વિથ પીએચડી 10 3.76
કેપિટલ એક્સપેન્ડિચર 7.5 2.72
ઓપરેશનલ એક્સપેન્ડિચર 22.5 7.9
પબ્લિકેશન 35 7.88
પેટન્ટ પબ્લિશ 5 2.22
પ્રોજેકટ કન્સલ્ટન્સી 5 2.9
પીએચડી સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ 40 20
રાજ્ય બહારના વિદ્યાર્થીઓની સંખ્યા 25 6.65
વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5 1.59
આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓની સંખ્યા 20 9.9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here