વડોદરા : NH-48 પર કારની અડફેટે મોપેડ પર સવાર યુવાનનું મોત, પરિવારમાં શોકનો માહોલ

0
36

વડોદરાઃ વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 પર તરસાલી ચોકડી પાસે આજે વહેલી સવારે કાર ચાલકે મોપેડને અડફેટે લેતા યુવાન 20થી 25 ફુટ હવામાં ફંગોળાયો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એકનો એક દિકરો ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મૃતક યુવાન પરિવાર સાથે તરસાલીમાં રહેતો હતો
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભાવેશ પરમાર નામનો યુવાન પત્ની અને બાળકી સાથે રહેતો હતો. ભાવેશ આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસ પાસે આવેલી લિજેન્ડ હોટલ પાસેથી મોપેડ લઇને પસાર થઇ રહ્યો હતો, તે સમયે પુરપાટ ઝડપે સામેથી આવતી કારના ચાલકે મોપેડ પર સવાર ભાવેશને અડફેટે લીધો હતો. જેમાં ભાવેશને માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

યુવકની ઓળખમાં પોલીસને 4 કલાકનો જેટલો સમય લાગ્યો
અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ઓળખમાં પોલીસને 4 કલાકનો સમય લાગ્યો હતો. જેથી ઓળખ થયા બાદ યુવકનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here