Tuesday, September 28, 2021
Homeવડોદરા : NH-48 પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ટ્રક બ્રિજ પરથી...
Array

વડોદરા : NH-48 પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકતા ડ્રાઇવરનું મોત

વડોદરા: વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે-48 પર પોર જીઆઇડીસી જવાના બ્રિજ ઉપર આજે સવારે 7 વાગ્યે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક બ્રિજની પેરાફીટ તોડી નીચે ખાબકી હતી. જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. અને 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી.

પોર જીઆઇડીસી જવાના બ્રિજ ઉપરથી લોખંડના સળીયા ભરેલી ટ્રક અને સુરતથી વડોદરા તરફ જતી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઇ જતાં મોત નીપજ્યું હતું. અને ટ્રક ચાલકના ક્લિનર પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. કારમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવા છતાં કારમાં સવાર ત્રણે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, ત્રણેણને નાની-મોટી ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વરણામા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments