Saturday, September 25, 2021
Homeવડોદરા : ONGC માં નોકરી અને કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને બે ભેજાબાજોએ 1.87...
Array

વડોદરા : ONGC માં નોકરી અને કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને બે ભેજાબાજોએ 1.87 કરોડની છેતરપિંડી

વડોદરા: ઓઓનજીસીમાં નોકરી, ગાડીઓનો કોન્ટ્રાક્ટ અને સિવિલ કામ અપાવવાનું જણાવી રૂપિયા 1.87 કરોડની છેતરપિંડી કરનાર બે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાઇ છે. ભેજાબાજોએ રોકડ રકમ લેવા સાથે નોકરી અને કોન્ટ્રાક્ટ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓના નામે બેંકોમાંથી લોન પાસ કરાવી લોનની રકમ પણ ચાઉં કરી ગયા હતા.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી 179, શ્રીજીનગરમાં વિધવા રંજનબહેન ભીખાભાઇ રબારી પુત્ર અને પરિવાર સાથે રહે છે. તેઓએ પુત્ર નિલેષને ઓએનજીસીમાં નોકરી અપાવવા માટે 4 વર્ષ પહેલાં ધર્મેશ પ્રફૂલ શાહ અને મૌલિક શાહને(રહે. 22, અપેક્ષા પાર્ક, મકરંદ દેસાઇ રોડ, વડોદરા) 7 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તથા બીજા રૂપિયા 5 લાખની લોન દેના બેંકમાંથી નિલેષના નામે લઇ લીધી હતી. બેંકમાંથી નિલેષના ઘરે હપ્તા ભરપાઇ કરવા માટે નોટીસ જતાં માતા-પુત્ર ચોંકી ઉઠ્યા હતા. આમ રૂપિયા 12 લાખ રકમ પણ પડાવી નોકરી ન અપાવી છેતરપિંડી કરી હતી.

આ ઉપરાંત ઓએનજીસીમાં ગાડીઓનો કોન્ટ્રાક્ટ અને સિવિલ કામ અપાવવાના નામે જામ્બુવા ગામમાં પટેલ ફળિયામાં રહેતા આકાશ રજનીકાંત પટેલ, તેના મિત્ર પ્રેમસિંગ અને અન્ય મિત્રો પાસે કમિશન પેટે રૂપિયા 1.75 કરોડ ભેજાબાજ ધર્મેશ શાહ અને મૌલેષ શાહે નક્કી કર્યા હતા. આ રકમ લેવા માટે તેઓએ આકાશ પટેલ તેમજ તેના મિત્રોના નામે રૂપિયા 1.75 કરોડની બેંકમાંથી લોન અપાવી હતી. અને તે રકમ ચાઉં કરી ગયા હતા. અને કોન્ટ્રાક્ટ ન અપાવી છેતરપિંડી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments