Friday, September 17, 2021
Homeવડોદરા : RTO ના કર્મચારીઓ ટાઇમસર ના પહોંચતા ટ્રાયલ આપવા આવેલા લોકોમાં...
Array

વડોદરા : RTO ના કર્મચારીઓ ટાઇમસર ના પહોંચતા ટ્રાયલ આપવા આવેલા લોકોમાં આક્રોશ

અવારનવાર કોઇને કોઇ કારણોસર વિવાદોમાં રહેતી RTO કચેરીમાં લાયસન્સ માટે અપોઈન્ટમેન્ટ લઇને ટ્રાયલ આપવા માટે આવેલા વાહન ચાલકોના સમયસર ટ્રાયલ ન થતાં વાહન ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાહન ચાલકોએ આક્ષેપ કર્યો હતો કે, મોડે સુધી કર્મચારીઓ ટ્રાયલ લેવા માટે હાજર થયા ન હતા અને કર્મચારીઓ આવ્યા બાદ લાઇટ જતાં 4થી 5 કલાક સુધી લાઇનોમાં ઉભા રહેવુ પડ્યું હતું.

વડોદરા RTOમાં મોડે સુધી કર્મચારીઓ ટ્રાયલ લેવા માટે હાજર થયા ન હતા - Divya Bhaskar

વાહન ચાલકોએ RTOની કામગીરી સામે ભારે રોષ ઠાલવ્યો

વડોદરાના છેવાડે દરજીપુરા ખાતે RTO આવેલું છે. RTOમાં તમામ કામગીરી ઓન લાઇન થાય છે. પાકુ લાયસન્સ મેળવવા માટે ટ્રેક ટેસ્ટ આપવાનો હોય છે. અને જે લોકોએ અપોઈન્ટમેન્ટ લીધી હોય તેઓજ ટ્રેક ટેસ્ટ આપવા જઇ શકે છે. આજે વહેલી સવારે 6:30 વાગ્યાની અપોઈન્ટમેન્ટ લઇને 10 જેટલા વાહન ચાલકો ટ્રેક ટેસ્ટ આપવા માટે RTO કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ, 6:30નો સમય વિતી ગયા પછીના અડધો કલાક સુધી ટેસ્ટ લેવા માટે આવતા કર્મચારીઓ ન આવતા વાહન ચાલકોએ RTOની કામગીરી સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

કર્મચારીઓ આવ્યા બાદ ટ્રેકનું સેન્સર કામ કરતુ ન હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી હતી
કર્મચારીઓ આવ્યા બાદ ટ્રેકનું સેન્સર કામ કરતુ ન હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી હતી

7 વાગ્યા સુધી ટ્રેક ટેસ્ટ લેનાર કર્મચારી આવ્યો નહીં

સુશિલભાઇ પંચાલ નામના વાહન ચાલકે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, મારી દીકરીના પાકા લાયસન્સ માટે ટ્રેક ટેસ્ટ કરવાનો હતો. તે માટે સવારે 6:30 વાગ્યાની ઓનલાઇન અપોઈન્ટમેન્ટ લીધી હતી. અમારી સાથે અન્ય 10 જેટલા વાહન ચાલકો પણ 6:30ની અપોઈન્ટમેન્ટ લઇને ટ્રેક ટેસ્ટ આપવા માટે RTO કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ, 7 વાગ્યા સુધી ટ્રેક ટેસ્ટ લેનાર કર્મચારી આવ્યો ન હતો.

કર્મચારીઓ ન આવતા વાહન ચાલકોએ RTOની કામગીરી સામે ભારે રોષ ઠાલવ્યો હતો
કર્મચારીઓ ન આવતા વાહન ચાલકોએ RTOની કામગીરી સામે ભારે રોષ ઠાલવ્યો હતો

ટ્રેક પરનું સેન્સર કામ કરતુ ન હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે કર્મચારી આવ્યા ત્યારે ટ્રેક ઉપરનું સેન્સર કામ કરતું ન હોવાનું જણાવતા વાહન ચાલકોને પુનઃ રાહ જોવી પડી હતી. સેન્સર ચાલુ કરવા માટે ટેક્નિશિયન આવીને સેન્સર ચાલુ કરી ગયા બાદ લાઇટો ન હોવાનું જણાવતા વાહન ચાલકોને કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું. જેમ સમય પસાર થતો હતો. તેમ વાહન ચાલકોનો ટ્રેક ટેસ્ટ માટે ધસારો વધતો ગયો હતો. બપોરે 12:30 વાગ્યા સુધીમાં ટ્રેક ટેસ્ટ આપવા માટે 50 ઉપરાંત વાહન ચાલકોની કતારો લાગી ગઇ હતી.

આજે વહેલી સવારે 6:30 વાગ્યાની અપોઈન્ટમેન્ટ લઇને 10 જેટલા વાહન ચાલકો ટ્રેક ટેસ્ટ આપવા માટે RTO કચેરી ખાતે પહોંચ્યા હતા
આજે વહેલી સવારે 6:30 વાગ્યાની અપોઈન્ટમેન્ટ લઇને 10 જેટલા વાહન ચાલકો ટ્રેક ટેસ્ટ આપવા માટે RTO કચેરી ખાતે પહોંચ્યા હતા

 

RTOમાં કર્મચારીઓ કરતા એજન્ટ રાજ વધુ ચાલે છે

આશિષભાઇ પટેલ નામના વાહન ચાલકે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સુવિધાઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સફળતા પૂર્વક પૂરા કરવામાં આવેલા પાંચ વર્ષની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ, વાસ્તવિકતા એ છે કે, 5 વર્ષના રૂપાણી સરકારમાં સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. RTOમાં રોજે રોજ વાહન ચાલકોને ઘર્ષણમાં ઉતરવું પડે છે. RTOમાં કર્મચારીઓ કરતા એજન્ટ રાજ વધુ ચાલે છે. એથી વધારે RTOમાં લાયસન્સ, રિ-પાસીંગ, નામ ફેર જેવા વિવિધ કામો માટે આવતા વાહન ચાલકો માટે કોઇ પ્રાથમિક સુવિધા નથી. મહિલાઓ માટે શૌચાલયની પણ વ્યવસ્થા નથી.

12:30 વાગ્યા સુધીમાં ટ્રેક ટેસ્ટ આપવા માટે 50 ઉપરાંત વાહન ચાલકોની કતારો લાગી ગઇ
12:30 વાગ્યા સુધીમાં ટ્રેક ટેસ્ટ આપવા માટે 50 ઉપરાંત વાહન ચાલકોની કતારો લાગી ગઇ

CNG કીટ ટેસ્ટીંગ સર્ટી માટે રિક્ષા ચાલકોને મુશ્કેલી

ભરતભાઇ શર્મા નામના વાહન ચાલકે જણાવ્યું હતું કે, હાલમાં CNG કીટ ટેસ્ટીંગ સર્ટી માટે ઓટો રિક્ષા ચાલકો તેમજ ફોર વ્હિલ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. વડોદરામાં CNG કીટ ટેસ્ટીંગ માટે માત્ર ગણતરીના એજન્ટો હોવાથી CNG કીટ ટેસ્ટીંગ માટે મોટું બેકલોક થઇ ગયું છે.

કર્મચારીઓ આવ્યા બાદ ટ્રેકનું સેન્સર કામ કરતુ ન હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી હતી
કર્મચારીઓ આવ્યા બાદ ટ્રેકનું સેન્સર કામ કરતુ ન હોવાથી વાહન ચાલકોને રાહ જોવી પડી હતી

5 વર્ષમાં RTOમાં કોઇપણ જાતની સુવિધા આપવામાં આવી નથી

વડોદરાના મોટા ભાગના CNG ગેસ સ્ટેશન દ્વારા ગેસ કીટનો ટેસ્ટીંગ રિપોર્ટ ન હોવાથી તેઓને ગેસ ભરી આપવા માટે ઇન્કાર કરી રહ્યા છે. વાહન ચાલકોને પુરતી સુવિધા મળવાને બદલે વાહન ચાલકો અનેક મુશ્કીલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં RTOમાં કોઇપણ જાતની વાહન ચાલકોને સુવિધા આપવામાં આવી નથી અને સરકાર દ્વારા ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments