વધુ માત્રામાં ફ્રૂટ જૂસ પીવાથી સમય કરતાં વહેલાં મૃત્યુ થવાનું જોખમ વધે છે, સોડા અને સોફ્ટ ડ્રિંક કરતાં પણ વધારે નુકસાનકારક છે

0
47

હેલ્થ ડેસ્કઃ જો તમે એવું વિચારતા હો કે ફ્રૂટ જૂસ હેલ્ધી કહેવાય અને તે પીવાથી તમે તંદુરસ્ત રહી શકશો તો આ ખોટું છે. સોફ્ટ ડ્રિંક, લેમનેડ (લીંબુનું શરબત) અને સોડા શરીરને જેટલું નુકસાન પહોંચાડે છે, તેની સરખામણીએ સ્વાસ્થ્ય માટે ફ્રૂટ જૂસ વધુ નુકસાનકારક છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફ્રૂટ જૂસ પીવાથી સમય કરતાં વહેલાં મૃત્યુ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

100% ફ્રૂટ જૂસની સરખામણી સોફ્ટ ડ્રિંક અને લેમનેડ સાથે
તાજેતરમાં થયેલા એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એવા લોકો જે ખૂબ વધારે માત્રામાં શુગર ધરાવાતાં ફ્રૂટ જૂસનું સેવન કરે છે, તેમનામાં કોઈપણ કારણોસર સમય કરતાં વહેલાં મૃત્યુ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. અમેરિકાના સંશોધકોએ પહેલીવાર 100 ટકા ફ્રૂટ જૂસની સરખામણી લેમનેડ સાથે જેવાં સોફ્ટ ડ્રિંક્સ સાથે કરી. આ અભ્યાસમાં સંશોધકોને જાણવા મળ્યું કે વધુ પ્રમામાં શુગર ધરાવતાં સોફ્ટ ડ્રિંક્સ અને ફ્રૂટ જૂસ બંનેમાં ઘણી સમાનતાઓ છે અને આ બંને નિયમિત પીવાથી સમય કરતાં વહેલાં મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.

વધુ ફ્રૂટ જૂસ પીવાથી સમય કરતાં પહેલાં મૃત્યુ થવાનું જોખમ 24%
નિષ્ણાતોનું માનવું છે કે જો દરરોજ 150ml ગ્લાસ જેટલું ફ્રૂટ જૂસનું સેવન કરે તો કોઈ પ્રકારનું જોખમ નથી. પરંતુ જો વધારે પ્રમાણમાં ફ્રૂટ જૂસ પીવામાં આવે તો સમય કરતાં વહેલાં મૃત્યુ થવાની આશંકા 24% વધી જાય છે. આ ઉપરાંત, સોડા પીવાથી સમય કરતાં પહેલાં મૃત્યુ થવાનું જોખમ 11% વધે છે. તેનો અર્થ એ થાય કે બહુ વધારે ફ્રૂટ જૂસનું સેવન સોડા પીવા કરતાં પણ વધુ હાનિકારક છે.

જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોસિએશન (JAMA)માં પ્રકાશિત કરવામાં આવેલા આ નવા સંશોધનમાં 13,440 લોકોની માહિતી તપાસવામાં આવી. સવાલ-જવાબની એક પ્રશ્નાવલી દ્વારા આ લોકો કેટલી સોડા, શુગર ડ્રિંક્સ અને સાથે કેટલું ફ્રૂટ જૂસ પીવે છે તે આંકડાઓ પણ રેકોર્ડ કરવામાં આવ્યા. આ સાથે એ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો કે આ લોકો કયું અને કેટલું પીણું પીવે છે.

ફ્રૂટ જૂસ અને શુગર ડ્રિંક્સનું ન્યુટ્રિઅન્ટ કન્ટેન્ટ સમાન છે
6 વર્ષના ફોલોઅપ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ એક હજાર લોકોનું મૃત્યુ કોઈપણ કારણોસર થયું હતું, જ્યારે 168 લોકોનું મૃત્યુ હૃદય સંબંધિત રોગોના કારણે થયું. સંશોધકો મુજબ આ સંશોધનનાં પરિણામો જણાવે છે કે બહુ વધુ માત્રામાં શુગર ડ્રિંક્સ, લેમનેડ અને ફ્રૂટ જૂસ વગેરે ડ્રિંક્સ સામેલ છે, જેનો સંબંધ વધેલા મૃત્યુદર સાથે છે. એટલે સુધી કે 100% ફ્રૂટ જૂસ અને શુગર સ્વીટેન્ડ બેવરિજ (SSB)નું ન્યુટ્રિઅન્ટ કન્ટેન્ટ પણ એક જેવું જ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here