Sunday, September 19, 2021
Homeવન-ડે રેન્કિંગ માં ભારતનો ડંકો, બેટ્સમેન માં વિરાટ કોહલી અને બોલર્સમાં બુમરાહ...
Array

વન-ડે રેન્કિંગ માં ભારતનો ડંકો, બેટ્સમેન માં વિરાટ કોહલી અને બોલર્સમાં બુમરાહ પ્રથમ ક્રમે

આઈસીસીએ ટોપ રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં બેટ્સમેન કેટેગરી માં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી લિસ્ટમાં પ્રથમ ક્રમે અને બોલર્સમાં જશપ્રિત બુમરાહ પ્રથમ ક્રમે રહ્યા છે. કોહલી 890 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે અને 390 પોઈન્ટ સાથે રોહિત શર્મા બીજા સ્થાને છે. બોલર્સ ની યાદીમાં કુલદીપ યાદવ 7માં સ્થાને અને યજુવેન્દ્ર ચહલ 8માં ક્રમે એમ કુલ 3 ભારતીય ખેલાડીઓ ટોપ-10માં રહ્યાં છે.

વન-ડે રેન્કિંગમાં ભારત બીજા ક્રમે

ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં 120 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડની ટીમ 123 પોઈન્ટ સાથે સૌથી આગળ છે. આસ્ટ્રેલિયા સામે 5-0થી સીરીઝ ગુમાવનારી પાકિસ્તાનની ટીમ 97 પોઈન્ટ સાથે લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.
શિખર ધવન ટોપ-10માંથી બહાર
છેલ્લા કેટલાક સમયથી ફોર્મની સમસ્યાનો સામનો કરી રહેલો ભારતીય બેટસમેન શિખર ધવન આ વખતે ટોપ-10 માંથી બહાર ફેંકાયો છે. ત્રણ ક્રમનાં નુકશાન સાથે લિસ્ટમાં 13માં સ્થાને ધકેલાયો છે. તો વિકેટકિપર અને બેટસમેન મહેન્દ્રસિંહ ધોની પણ 4 ક્રમનાં નુકશાન સાથે 21માં સ્થાને ધકેલાયો છે.
ટોપ ઓલરાઉન્ડરમાં કોઈ ભારતીય ખેલાડી નહીં
ટોપ ઓલરાઉન્ડર ની યાદી માં કોઈ ભારતીય ખેલાડી સામેલ થઈ શક્યો નથી. આ લિસ્ટ માં અફઘાનિસ્તાન નો રાશિદ ખાન પ્રથમ ક્રમે છે. તો બાંગ્લાદેશનો શાકિબ અલ હસન બીજા ક્રમે છે. અફઘાનનો ખેલાડી મોહમ્મદ નબીએ તેનું ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments