વન-ડે સીરિઝ : ભારત-ઓસી. વચ્ચે આજે 5મી મેચ,

0
0

સ્પોર્ટસ ડેસ્ક.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની શ્રેણીની અંતિમ મેચ બુધવારે રમાશે. 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ અંતિમ મેચ છે. મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ રમી રહેલા રિષભ પંત સિવાય ઓલરાઉન્ડર વિજય શંકર અને અંબાતી રાયડૂ સારો દેખાવ કરીને પોતાને સાબિતકરવા માગશે. સીરિઝ અત્યારે 2-2થી બરાબરી પર છે. એવામાં બંને ટીમો આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માગશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં રમાયેલી છેલ્લી ત્રણે વન-ડે શ્રેણી હારી છે.

દરેક વિકલ્પ અજમાવી રહ્યા છીએ

વિકેટકીપર રિષભ પંતે ચોથી વન-ડેમાં 36 રન બનાવ્યા હતા. પરંતુ વિકેટ પાછળ તેનો દેખાવ સારો નહોતો. તેણે બે સ્ટમ્પિંગ છોડ્યા હતા. જોકે, ધવને પંતનો બચાવ કર્યો હતો. બીજી બાજુ વિજય શંકરે 4 મેચની ત્રણ ઈનિંગમાં 35ની સરેરાશથી 106 રન બનાવ્યા. ઝડપી બોલર વિજયે બે વિકેટ પણ લીધી છે. બીજી બાજુ ચોથી વન-ડેમાં બહાર રહેલા અંબાતી રાયડૂ ત્રણ મેચમાં 11ની સરેરાશથી માત્ર 33 રન બનાવી શક્યો છે. આ ત્રણે ખેલાડી અંતિમ મેચમાં તેમના દેખાવમાં વધુ સુધારો કરવા માગશે. આ દેખાવના આધારે તે વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી શકશે અથવા ફરી બહાર થશે.
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરુણે કહ્યું કે ટીમ અંતિમ મેચમાં દરેક વિકલ્પ અજમાવવા માગશે. તેમણે કહ્યું, ‘વર્લ્ડ કપ માટે જનારી ટીમ લગભગ તૈયાર છે, પરંતુ મેચમાં દરેક વિકલ્પ અજમાવવા જોઈએ. જેથી ભૂલની સંભાવના ના રહે. આ જ કારણ છે કે અમે અલગ અલગ ક્રમ પર વિવિધ ખેલાડીઓને અજમાવી રહ્યા છીએ.’ મોહાલીમાં ટીમ 358 રન બનાવ્યા પછી હારી ગઈ. આ અંગે તેમણે કહ્યું કે અમારે કેટલાક વિભાગમાં સુધારો કરવાનો છે. ખાસકરીને બોલિંગમાં હજી પણ કામ કરવાનું છે.
ઓસ્ટ્રેલિયા 10 વર્ષથી શ્રેણી જીતવામાં નિષ્ફળ રહ્યું
ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર કેરી (ડાબે) બુધવારે પ્રેક્ટિસ દરમિયાન. ભૂતપૂર્વ ખેલાડી મેથ્યૂ હેડન ટીમને ટીપ્સ આપતા જોવા મળ્યો. ટીમ ભારતમાં 10 વર્ષથી શ્રેણી જીતી શકી નથી.
46 રનની રોહિત શર્માને વન-ડેમાં 8 હજાર રન પૂરા કરવા માટે જરૂર છે. અત્યાર સુધીમાં ભારત તરફથી આઠ ખેલાડી આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.
10 વર્ષથી ટીમ ઈન્ડિયાને તેના ઘરમાં કોઈપણ ટીમ વન-ડેમાં સતત ત્રણ મેચમાં હરાવી શકી નથી. 2009માં ઓસ્ટ્રેલિયાએ જ અંતિમ વખત આવું કર્યું હતું.
સંભવિત ટીમ ભારત : ધવન, રોહિત, કોહલી, રાયડૂ, રિષભ પંત, જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર, કુલદીપ, ચહલ, બુમરાહ.
ઓસ્ટ્રેલિયા : ખ્વાજા, ફિંચ, શોન માર્શ, હેન્ડ્સકોમ્બ, મેક્સવેલ, એસ્ટન ટર્નર, કેરી, કમિન્સ, લાયન, રિચર્ડ્સન, એડમ જંપા.
કેપ્ટન કોહલી પાસે વન-ડેમાં 50મી મેચ જીતવાની તક
કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં 49 મેચ જીતી છે. ટીમ આ મેચ જીતી લે તો કોહલીની કેપ્ટનશિપમાં આ 50મો વિજય હશે. આવું કરનાર તે ચોથો ભારતીય કેપ્ટન હશે. આ પહેલા ધોની (110), મોહમ્મદ અઝહરુદ્દીન (90) અને સૌરવ ગાંગુલી (76) જ આવું કરી શક્યા છે. આ સિવાય આ ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પર 50મો વિજય હશે. ભારતે 6 દેશો સામે 50 અથવા વધુ મેચ જીતી છે. સૌથી વધુ 90 મેચ ટીમે શ્રીલંકા વિરુદ્ધ જીતી છે.
કોલટામાં ઓસી. ત્રણ વાર હાર્યું છે
ફિરઝશાહ કોટલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચ રમાઈ છે. ત્રણ મેચમાં ભારતનો વિજય થયો, એક મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું છે. એકંદરે ભારતે અહીં 8 મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે ચારમાં તેનો પરાજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here