વરસાદમાં પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી

0
45

કાનઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા કાન ફિલ્મ ફેસ્ટિવલના પાંચ દિવસે રેડ કાર્પેટ પર પતિ નિક જોનાસ સાથે જોવા મળી હતી. બંનેએ વ્હાઈટ આઉટફિટ પહેર્યાં હતાં. પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસ ફિલ્મ ‘ધ બેસ્ટ યર્સ ઓફ અ લાઈફ’ના પ્રીમિયરમાં આવ્યા હતાં. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

પ્રિયંકા બ્રાઈડલ ગાઉનમાં
પ્રિયંકા ચોપરાએ ડિઝાઈનર Georges Hobeikaનું વ્હાઈટ બ્રાઈડલ ગાઉન પહેર્યું હતું. ઓફ શોલ્ડર ફ્લેયર ગાઉનની સાથે પ્રિયંકાએ ચોપાર્ડની જ્વેલરી પહેરી હતી. જેમાં તેણે ડાયમંડ નેકલેસ તથા ઈયરરિંગ્સ કૅરી કર્યાં હતાં. હેરસ્ટાઈલ સિમ્પલ રાખતા પ્રિયંકાએ પોનીટેલ લીધી હતી. પ્રિયંકાની જેમ જ નિકે વ્હાઈટ સૂટ પહેર્યો હતો. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે નિકને હેન્ડસમ હબી કહેતી જોવા મળે છે.

નિકે છત્રી પકડી
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકાની રેડ કાર્પેટ પર જેવી એન્ટ્રી થઈ ત્યારે ઝરમર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. વરસાદ આવતો હોવાને કારણે નિકે જાતે છત્રી પકડી રાખી હતી. સોશિયલ મીડિયામાં નિકની આ વાતની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here