ત્વચાની સુંદરતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તમારે પ્રાકૃતિક ઉપચાર અજમાવવા જોઇએ. સ્કિન પર સ્ટીમ લેવી ખૂબ જ ફાયદાકારક હોય છે, કોઇ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ વગર, કેટલાય સ્વાસ્થ્ય સંબંધી લાભ થઇ શકે છે. જાણો, સ્ટીમ કેવી રીતે ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે…
ચહેરાની મૃત ત્વચાને હટાવવા તેમજ કરચલીઓને ઓછી કરવા માટે પણ બાષ્પ લેવી પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. સ્ટીમ તમારી ત્વચાને તાજગી આપે છે, જેનાથી તમે ફ્રેશ દેખાવા લાગો છો. ત્વચાની નમી પણ જળવાઇ રહે છે.
પોતાની સ્કિનમાંની કરચલીઓ દૂર કરવા ઇચ્છો છો તો તેના માટે ગરમ પાણીમાં થોડુક વરિયાળીનું તેલ નાંખીને સ્ટીમ લો, વરિયાળીના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ રહેલું હોય છે જે તમને વધતી ઉંમરની નિશાનીઓથી બચાવવાનું કામ કરે છે, આ ઉપરાંત આ પાણીથી સ્ટીમ લેવાથી બંધ પોર્સ ઓપન થઇ જાય છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.
લવન્ડર ઑઇલમાં ભરપૂર માત્રામાં એન્ટીફંગલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીઇંફ્લેમેન્ટરી પ્રોપર્ટીઝ હોય છે જે સ્કિન માટે ઘણી ફાયદાકારક હોય છે. તેને પાણીમાં મિક્સ કરીને બાષ્પ લેવાથી તમારી સ્કિનને ફ્રી-રેડિકલ ડેમેજના જોખમથી પણ બચી શકાય છે, અને તમારી સ્કિનમાં ગજબનો નિખાર પણ આવી જાય છે.