વરુણ ધવનની ચાહકે અર્જુન કપૂરને પૂછ્યું, શ્રીદેવીને નફરત અને મલાઈકાને પ્રેમ કેમ? એક્ટર આપ્યો જવાબ

0
101

મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનની એક ચાહકે અર્જુન કપૂર પર બેવડા માપદંડ રાખવાનો આરોપ લગાવ્યો હતો. કુસુમ નામની ચાહકે અર્જુનને મલાઈકા અરોરાને ડેટ કરવાને લઈ સવાલ કર્યો હતો. તેણે પૂછ્યું હતું કે શ્રીદેવીને નફરત અને મલાઈકાને પ્રેમ કેમ? ત્યારબાદ અર્જુને કુસુમ નામની ચાહકને જવાબ આપ્યો હતો.

ટ્વિટર પર દલીલો થઈ

કુસુમે શ્રીદેવીની મલાઈકા સાથે તુલના કરી

કુસુમે ટ્વિટર પર ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે તમે તમારા પિતાની બીજી પત્નીને નફરત કરતાં હતાં. કારણ કે તેમણે અન્ય કોઈ માટે તમારી માતાને તરછોડી હતી અને હવે તમે તમારાથી 11 વર્ષ મોટી તથા એક ટીનએજ દીકરાની માતાને ડેટ કરી રહ્યાં છો. આવું બેવડું વલણ શા માટે?

અર્જુને જવાબ આપ્યો

આના પર અર્જુન કપૂરે જવાબ આપતા કહ્યું હતું, ‘હું કોઈને પણ નફરત કરતો નથી. સોશિયલ મીડિયામાં કંઈ પણ લખી દેવું સરળ છે. અમે બંનેએ ગરિમાપૂર્ણ અંતર જાળવી રાખ્યુ હતું. જો હું આવો હોત તો મુશ્કેલ સમયમાં મારા પિતા, જાહન્વી તથા ખુશીનો સાથ આપત નહીં.’ તમે વરુણ ધવનના ચાહકો છો. આથી જ તમારે તેનો ડીપી (ડિસ્પ્લે પિક્ચર) લગાવીને નકારાત્મકતા ફેલાવવી જોઈએ નહીં.

ચાહકે માફી માગી

અર્જુનના જવાબ બાદ કુસુમે તરત જ માફી માગી લીધી હતી. તેણે પોતાની પહેલી ટ્વીટ ડિલીટ કરી અને બીજી ટ્વીટ કરતાં લખ્યું હતું, ‘મારો ઈરાદો કોઈને પણ દુઃખ પહોંચાડવાનો નહોતો. હું તો બસ મારો અભિપ્રાય આપતી હતી. જો મારી વાતોથી કોઈને પણ તકલીફ થઈ હોય તો હું અર્જુન કપૂર તથા તેના ચાહકોની માફી માગું છું. હું અર્જુનસર, મલાઈકામેમની વિરૂદ્ધમાં કંઈ જ બોલી નહોતી.

અર્જુને ફરી જવાબ આપ્યો

કુસુમની માફી માગ્યા બાદ અર્જુન તથા વરુણ બંનેએ કુસુમની ટ્વીટનો જવાબ આપતા તેને માફ કરી હતી. અર્જુને ટ્વીટ કરી હતી, ‘કોઈ વાંધો નહીં કુસુમ. સ્ટ્રીટ ડાન્સ તને જોઈ રહ્યો છે.

https://twitter.com/arjunk26/status/1133442450008100864

વરુણ પણ ખુશ થયો

વરુણે ટ્વીટ કરતાં કહ્યું હતું, ‘કુસુમ, તમે માફી માગી, તેનો આનંદ છે. તમામને પોતાનું જીવન પોતાની રીતે જીવવા દેવું જોઈએ. અર્જુનની પાસે મોટું દિલ છે. હું હમેશા મારા ચાહકોને કહું છે કે કોઈ પણ સ્ટાર પર આ રીતની કમેન્ટ ના કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here