વરુણ ધવન ગોવિંદાની ‘કૂલી નંબર 1’ની રિમેકમાં દેખાશે, સારા અલી ખાન હિરોઈન હોઈ શકે છે

0
63

બોલિવૂડ ડેસ્ક: વરુણ ધવને જણાવ્યું કે, તે ગોવિંદાની ‘કૂલી નંબર 1’ની રીમેકમાં દેખાશે. સલમાન ખાનની ‘જુડવા’ની રિમેક બાદ વરુણની આ બીજી રીમેક ફિલ્મ હશે. ઓરિજિનિલ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી હતી. આ ફિલ્મ વરુણના પિતા ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. એક્ટ્રેસ માટે વરુણને આલિયા ભટ્ટ અને સારા અલી ખાન વચ્ચે પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે વરુણે તરત જ કહ્યું કે, હું આલિયા સાથે હમણાં કોઈ જ ફિલ્મ નથી કરવાનો કારણકે અમે ઘણી બધી ફિલ્મો સાથે કરી છે.

વરુણ ધવનની નેક્સ્ટ ફિલ્મ ધર્મા પ્રોડક્શનની ‘કલંક’ છે. જેમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત, માધુરી દીક્ષિત અને સોનાક્ષી સિન્હા છે. ફિલ્મમાં વરુણ ધવન ઝફર તરીકે દેખાશે. ડિરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here