વર્લ્ડકપ : અફઘાનિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પડકાર આપવા પ્રયત્ન કરશે

0
12

સ્પોર્ટ્સ ડેસ્ક: એક બાજુ અનુભવ અને બીજી બાજુ પ્રતિભા, એક બાજુ પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલું ઓસ્ટ્રેલિયા અને બીજી બાજુ  ટેસ્ટ નેશન તરીકે પોતાની પહેલી વર્લ્ડકપ મેચ રમતું અફઘાનિસ્તાન છે. બંને વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2019ની ચોથી મેચ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગે રમાશે. ઓસ્ટ્રેલિયા માટે વાપસી કરતા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સારા ફોર્મમાં છે. જોકે તેઓ અફઘાનિસ્તાનને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં, અફઘાને પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને માત આપી હતી.

ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 2 મહિનામાં ફોર્મ મેળવ્યું

જૂન 2017થી માર્ચ 2019 આ 20 મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે 26માંથી માત્ર 4 વનડે જીતી હતી. વર્લ્ડકપમાં ભાગ લેતી તમામ ટીમોમાં આ સૌથી ખરાબ વિનિંગ રેશિયો હતો. 2 મહિના પહેલા ક્રિકેટ પંડિતો એવી ગણતરી કરવા લાગ્યા હતા કે કાંગારું વર્લ્ડકપમાં કોઈ પણ પ્રકારની લડત આપશે નહીં. પરંતુ તે પછી ડિફેન્ડિંગ ચેમ્પિયને ભારતને તેના ઘરઆંગણે હરાવ્યું હતું અને પાકિસ્તાનનો પણ વ્હાઇટ વોશ કર્યો હતો. તે સાથે જ અચાનક ઓસ્ટ્રેલિયા સારું પ્રદર્શન કરશે તેવી આશા વધી.

કાંગારુંની ફાસ્ટ બોલિંગ અફઘાન પર ભારે પડી શકે છે

હંમેશાની જેમ ફાસ્ટ બોલિંગ ઓસ્ટ્રેલિયાની મુખ્ય તાકત દેખાય રહી છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ઇંગ્લેન્ડની ફ્લેટ બેટિંગ વિકેટ પર પોતાની ઝડપ અને બાઉન્સથી આંતક મચાવવા સક્ષમ છે. તેમનો પૂરતો સાથ આપવા નાથન કુલ્ટર નાઇલ અને જેસન બેહરેનડોર્ફ પણ ટીમમાં હાજર છે. બ્રિસ્ટલ ખાતે અફઘાનિસ્તાન તેમની ઝડપનો સામનો કઈ રીતે કરે છે તે મેચનું પરિણામ નક્કી કરશે. તો બીજી તરફ અફઘાનિસ્તાનના સ્પિનર્સ રાશિદ ખાન, મોહમ્મદ નાબી અને મુજિબ ઉર રહેમાનને પીચમાંથી મદદ મળે તો મેચ રસપ્રદ બની શકે છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, નેથન કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝાંપા

અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11: મોહમ્મદ શહેઝાદ, હઝરતુલ્લાહ ઝઝાઈ, રહમત શાહ, અસઘર અફઘાન, મોહમ્મદ નાબી, ગુલબ્દિન નાઇબ, નજીબુલ્લાહ ઝદરન, રાશિદ ખાન, મુજિબ ઉર રહેમાન, હમીદ હસન અને દૌલત ઝદરન

નંબર ગેમ:
  • સ્ટીવ સ્મિથે છેલ્લી 5 પ્રેક્ટિસ મેચમાં 329 રન ફટકારીને પોતાના ફોર્મનો પરચો આપી દીધો છે
  • બ્રિસ્ટલ ખાતેની ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રેક્ટિસ મેચમાં કુલ 750 રન રજીસ્ટર થયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here