- ભારત-પાક પછી આ લીગ રાઉન્ડમાં બીજી સૌથી મોટી મેચ
- મેચની પૂર્વ સંધ્યાએ મોર્ગને કહ્યું, દર્શકોને વોર્નર-સ્મિથના હૂટિંગ કરવાથી રોકશે નહીં
- આરોન ફિન્ચે કહ્યું તે મુકાબલા માટે તૈયાર છે અને પૂરી તાકતથી રમશે
- મેચનું પ્રસારણ બપોરે 3:30 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર શરૂ
વર્લ્ડકપની 32મી મેચમાં મંગળવારે લંડનના લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ટકરાશે. ભારત-પાકિસ્તાનની મેચ પછી આ મુકાબલાને લીગ રાઉન્ડની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. આ વનડેનો એશિઝ મુકાબલો કહેવામાં આવે છે. આવું એટલે પણ કારણકે બંને ટીમ આ ટૂર્નામેન્ટ પછી તરત એશિઝ સિરીઝ રમશે. આ સિરીઝ છેલ્લા 137 વર્ષથી રમવામાં આવે છે. તેમના માટે એશિઝનું મહત્વ વનડે વર્લ્ડકપ કરતાં વધારે છે.
ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે 1992ના વર્લ્ડકપથી હારી નથી. 5 માર્ચ 1992ના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડની ટીમ 8 વિકેટે મેચ જીતી હતી. તે પછી ઓસ્ટ્રેલિયાની ટીમે તેને વર્લ્ડકપમાં 3 વાર હરાવ્યું છે. તે આ જીતનો સિલસિલો જાળવી રાખવા ઇચ્છશે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ હારનો ક્રમ તોડવા પ્રયાસ કરશે.
વેધર અને પીચ રિપોર્ટ: લંડનમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 21થી 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે.
મોર્ગને કહ્યું, દર્શક પૈસા આપે છે, જે ઈચ્છે તે કરે
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ દર્શકોને સ્મિથની હૂટિંગ કરવાથી રોક્યા હતા. બીજી તરફ ઇંગ્લેન્ડના કેપટન ઓઇન મોર્ગને તેવું કરવાની ના પાડી છે. તેણે કહ્યું કે, દર્શક ઘણા પૈસા આપે છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. તમને નથી ખબર કે ફેન્સ કેવી પ્રતિક્રિયા આપશે. અમે દર્શકોને હૂટિંગ કરવાથી નહીં રોકીએ. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના કેપ્ટ્ન આરોન ફિન્ચે કહ્યું કે, અમને ખબર છે કે તેઓ વધુ તાકત સાથે અમારી સાથે રમશે. તે શ્રીલંકા સામેની મેચ હારી ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ઇંગ્લેન્ડની ટીમ હોમ ગ્રાઉન્ડ ઉપર સતત 2 મેચ હારી નથી. અમે આ મેચ માટે તૈયાર છીએ.
ટીમ ન્યુઝ
ઓસ્ટ્રેલિયા: બાંગ્લાદેશ સામેની મેચમાં માર્કસ સ્ટોઈનિસની વાપસીથી કાંગારું ટ્રેન્ટબ્રિજ ખાતે પોતાની પસંદગીની પ્લેઈંગ 11 રમાડી શક્યું હતું,. તેઓ ઇંગ્લેન્ડ સામે પણ આ જ ટીમ જાળવી રાખે તેમ જણાય છે. નેથન લાયન ઇંગ્લિશ સમરના સેકન્ડ હાલ્ફમાં મહત્વની ભૂમિકા ભજવશે,. પરંતુ શું તેને આજે ઇંગ્લેન્ડ સામે તક આપવામાં આવશે? તેવી સંભાવના નહિવત છે.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી, નેથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝાંપા
ઇંગ્લેન્ડ: જેસન રોયની ગેરહાજરીમાં ઇંગ્લિશ ટીમ સારી શરૂઆત કરવામાં અસફળ રહ્યું છે. જેમ્સ વિન્સ વિરોધી ટીમ માટે ખતરો નથી. પરંતુ તેમના માટે તેને જાળવી રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ઓસ્ટ્રેલિયાએ ક્યારેય જોફ્રા આર્ચર સામે બેટિંગ કરી નથી. તે ઉપરાંત તેનું ફોર્મ જોતા તે પોતાનું સ્થાન જાળવી રાખશે, પરંતુ લિયમ પ્લન્કેટ અથવા ટોમ કરનમાંથી કોઈ એકને રમાડવા માટે માર્ક વુડને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ 11: જોની બેરસ્ટો, જેમ્સ વિન્સ, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, લિયમ પ્લન્કેટ/ ટોમ કરન, આદિલ રાશિદ