Thursday, September 23, 2021
Homeવર્લ્ડકપ શરૂ થયાના ૧૫ દિવસ બાદ પત્નીઓ ખેલાડી સાથે રહી શકશે: BCCI
Array

વર્લ્ડકપ શરૂ થયાના ૧૫ દિવસ બાદ પત્નીઓ ખેલાડી સાથે રહી શકશે: BCCI

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડીઓની માગણીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સ્વીકારી લીધી છે. હવે ખેલાડીઓની પત્ની અને તેના પરિવાર સભ્યો ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ દરમિયાન ખેલાડી સાથે રહી શકે છે. થોડા દિવસ પહેલાં વિરાટ કોહલીએ કોચ રવિ શાસ્ત્રી સાથે મળીને આ મુદ્દો સીઓએના ચેરમેન વિનોદ રાય સમક્ષ ઉઠાવ્યો હતો. ખેલાડીઓની આ માગણી હવે બીસીસીઆઇએ સ્વીકારી લીધી છે, પરંતુ આના માટે બીસીસીઆઇ એ એક શરત મૂકી છે.

નિયમ અંતર્ગત ૪૫ દિવસના વિદેશ પ્રવાસમાં પ્રવાસ શરૂ થયાના બે સપ્તાહ બાદ પરિવારના સભ્યોને ખેલાડી પોતાની સાથે રાખી શકે છે. હવે સૂત્રોની વાત માનીએ તો વિશ્વકપમાં ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચ્યાના ૧૫ દિવસ બાદ પત્ની અથવા પરિવારના અન્ય સભ્યને પોતાની સાથે રાખી શકશે.

વિરાટ સેના ૨૨ મેએ ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. આનો અર્થ એ છે કે દક્ષિણ આફ્રિકા સામે પાંચ જૂને રમાનારી પ્રથમ મેચ બાદ જ ખેલાડીઓની પત્ની અથવા પરિવારજન ખેલાડી સાથે જોડાઈ જશે.જો ભારત સેમિફાનલમાં પહોંચશે તો પત્ની અથવા પરિવારજનોએ ભારત પાછા ફરી જવું પડશે.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું માનવું છે કે દબાણવાળી ટૂર્નામેન્ટ દરમિયાન પત્ની અથવા પરિવારના સભ્ય સાથે હોવાથી ખેલાડીઓને ઘણી મદદ મળી રહે છે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા તો દેશ-વિદેશમાં રમાતી મોટા ભાગની મેચ દરમિયાન સ્ટેડિયમમાં નજરે પડતી રહે છે. વિરાટે પણ જાહેરમાં સ્વીકાર્યું છે કે અનુષ્કાનો સાથ મળતાં તેને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળે છે

આમ તો બોર્ડ તરફથી આ બાબતે મંજૂરી મળી જવાની એ બાબતના સંકેત થોડા દિવસ પહેલાં જ મળી ગયા હતા, જ્યારે અનુષ્કાએ કહ્યું હતું કે, ”હું આ વખતે ટીમ ઇન્ડિયાની બસમાં ખેલાડીઓ સાથે સ્ટેડિયમમાં મેચ જોવા નહીં જાઉં. મેં મારા ખર્ચે અલગથી કાર બુક કરાવી લીધી છે.”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments