વર્લ્ડ કપ : ધોનીએ પેરા સ્પેશિયલ ફોર્સને સન્માન આપ્યું, ગ્લવ્સ પર દેખાયું ‘બલિદાન બેઝ’નું ચિન્હ

0
36

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકા સામે ભારતે તેની પહેલી વર્લ્ડ કપ મેચ રમી છે. આ મેચમાં ભારતીય વિકેટ કિપર મહેન્દ્ર સિંહ ધોનીએ અનોખા અંદાજમાં પેરા સ્પેશિલ ફોર્સને સન્માન આપ્યું છે. મેચ દરમિયાન તેમના ગ્લવ્સ પર ‘બલિદાન બેઝ’ જોવા મળ્યો હતો. આ ચિન્હનો ઉપયોગ દરેક વ્યક્તિ ન કરી શકે. તેને માત્ર પેરા કમાન્ડો જ લગાવી શકે છે. પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે. આ ભારતીય સેનાનું સ્પેશિયલ ઓપરેશન યૂનિટ હોય છે. પેરા સ્પેશિયલ ફોર્સે જ 2016માં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

ધોની માનદ લેફ્ટિનન્ટ કર્નલનું રેન્ક મેળવનાર બીજા ક્રિકેટર

‘બલિદાન બેઝ’ પેરાશૂટ રેન્જિમેન્ટના વિશેષ બળ પાસે હોય છે. આ બેઝ પર બલિદાન લખવામાં આવ્યું છે. ધોનીને 2011માં સેનામાં માનદ લેફ્ટિનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો છે. તેઓ આ સન્માન મેળનાર બીજા ક્રિકેટર છે. તેમના પહેલાં કપિલ દેવને આ સન્માન મળી ચૂક્યું છે.
ધોનીએ પેરાટ્રૂપિંગની ટ્રેનિંગ લીધી છે. તેમણે પેરા બેસિક કોર્સ કર્યો છે. ધોનીએ પેરાટ્રૂપ્સ ટ્રેનિંગ સ્કૂલ (પીટીએસ), આગરામાં ભારતીય વાયુસેનાના વિમાન AN-32થી પાંચમી છલાંગ લગાવીને પેરા વિંગ્સ ચિન્હ લગાવવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે.
ટ્વિટર પર યુઝર્સે ધોનીના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તેમણે દેશ અને સેના માટે તેમના પ્રેમને દર્શાવ્યો છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે, આ જ કારણ છે કે અમે ધોનીને પ્રેમ કરીએ છીએ. આપણા સૈન્ય પેરા સ્પેશિયલ ફોર્સ પ્રતિ પ્રેમ અને સમર્થન દર્શાવવા માટે તમારો આભાર.
ધોનીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં 46 બોલમાં 34 રન કર્યા છે. આ દરમિયાન તેમણે બે ચોગ્ગા લગાવ્યા હતા. તેમણે ફિલ્ડિંગ દરમિયાન યુજવેન્દ્ર ચહલની બોલિંગમાં ફેહલુકવાયોને સ્ટંપ આઉટ કર્યો. ભારતે આ મેચ 6 વિકેટથી જીતી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here