વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાનો કોઈ વિદેશ પ્રવાસ નહીં, દેશમાં જ રમશે 5 ટેસ્ટ, 9 વનડે અને 12 ટી-20

0
25

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ માટે પ્લાન તૈયાર કરી લીધો છે. સપ્ટેમ્બર 2019થી માર્ચ 2020 સુધીમાં પાંચ ટીમ ભારતમાં રમવા આવશે. તેમાં દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે સામેલ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા દેશમાં જ 5 ટેસ્ટ, 9 વનજે અને 12 ટી-20 રમશે.

સૌથી પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવશે અને બંને ટીમ વચ્ચે ગાંધી-મંડેલા સીરીઝ રમાશે. બંને વચ્ચે 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી 3 ટી20 અને 3 ટેસ્ટ મેચ રમાશે. ત્યારપછી નવેમ્બરમાં બાંગ્લાદેશની ટીમ ભારતમાં આવશે. આ જ મહિને બંને ટીમની વચ્ચે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચ રમાશે.

ટીમ સમય સીરીઝ
દક્ષિણ આફ્રિકા 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર 3 ટી20 અને 3 ટેસ્ટ
બાંગ્લાદેશ 3થી 26 નવેમ્બર 3 ટી20 અને 2 ટેસ્ટ
વેસ્ટ ઈન્ડિઝ 6થી 22 ડિસેમ્બર 3 ટી20 અને 3 વનડે
ઝિમ્બાબ્વે 5થી 10 જાન્યુઆરી 2020 3 ટી20
ઓસ્ટ્રેલિયા 14થી 19 જાન્યુઆરી 2020 3 વનડે
દક્ષિણ આફ્રિકા 12થી 18 માર્ચ 2020 3 વનડે

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં 9 વનડે રમશે
કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં તેમની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. બંને ટીમ વચ્ચે આ મેચ 5 જૂને સાઉથમ્પટનમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત 9 વનડે રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here