વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી, માત્ર 1-2 ફેરબદલની છે જરૂરિયાત’

0
17

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વનડે સીરિઝ 2-3થી હાર્યા પછી બુધવારે સ્પષ્ટ કર્યુ કે, આગામી વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમાં અને નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાને 35 રને હરાવીને સીરિઝ 3-2થી પોતાના નામે કરી.

કેપ્ટન કોહલીએ મેચ પછી પ્રેસ કોન્ફર્ન્સમાં કહ્યુ કે, ”વર્લ્ડ કપ માટે પ્લેઇંગ ઇલેવન લગભગ નક્કી છે અને પરિસ્થિતિઓ અનુસાર 1-2 ફેરબદલ થઇ શકે છે.” ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ સીરિઝ પહેલા કોહલીએ કહ્યુ કે, ”વર્લ્ડ કપમાં જનારી ટીમમાં 2 જગ્યા ભરવાની છે પરંતુ સીરિઝ પછી કહ્યુ કે, એક જ જગ્યા માટે ચર્ચા બાકી છે.”

બેટિંગમાં ચોથા નંબર અને ટીમમાં બીજા વિકેટકિપરને લઇને ભ્રમ સ્થિતિ યથાવત્ છે પરંતુ ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ કે, ”તેનો ઉકેલ આવી ચૂક્યો છે.” કોહલીએ મેચ પછી કહ્યુ કે, ”અમે ટીમની રૂપરેખા લગભગ નક્કી કરી દીધી છે. હવે આ ખિલાડીઓને તેમની જવાબદારી વિશે જણાવવાની અને તેમના સારા ફોર્મની આશા વિશે છે. અમે બિલ્કુલ પણ ભ્રમિત નથી. એક જ જગ્યા બાકી છે જેની ચર્ચા જરૂરી છે.”

વિરાટ કોહલીએ આગળ કહ્યુ કે, ”ઇમાનદારીથી કહુ તો અમારામાંથી કોઇ પણ ખિલાડી નારાજ નથી, ન તો કોઇને પસ્તાવો થઇ રહ્યો છે. અમે કેટલાક નિર્ણય યોગ્ય નથી લીધા જેના વિશે અમારે વિચારવાનુ છે. વર્લ્ડ કપમાં અમારે ક્યાં જવાનુ છે તે સ્પષ્ટ છે. અમારું ધ્યાન હવે માત્ર સારા નિર્ણય પર છે ટીમ સંતુલિત છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here