ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં આમને-સામને થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. તો બીજી તરફ, આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ડેલ સ્ટેને રોહિત શર્માને શાહીન આફ્રિદી સામે બેટિંગ કરવા માટે ખાસ સલાહ આપી છે. આ સિવાય ડેલ સ્ટેને 5 એવા બોલર્સના નામ આપ્યા છે જે આગામી વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. આ બોલરોમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ પણ સામેલ છે.
હાલમાં જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી કારકિર્દીમાં મેં જેટલા પણ બોલરો રમ્યા તેમાં ડેલ સ્ટેઈનને રમવું સૌથી પડકારજનક હતું. આના જવાબમાં ડેલ સ્ટેને કહ્યું કે તેના માટે પણ રોહિત શર્મા સામે બોલિંગ કરવી સરળ નહોતી. ડેલ સ્ટેને કહ્યું કે, જ્યારે રોહિત શર્મા શાહીન આફ્રિદીનો સામનો કરે ત્યારે તેના પેડ્સ પર નજર રાખવી જોઈએ. જો તે આમ કરશે તો શાહીન આફ્રિદીને રમવામાં સરળતા રહેશે. ડેલ સ્ટેને શાહીન આફ્રિદીની પણ ખૂબ પ્રશંસા કરી હતી.
ડેલ સ્ટેને કહ્યું કે આગામી વર્લ્ડ કપમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રમવું આસાન નહીં હોય. આ સિવાય મોહમ્મદ સિરાજ, શાહીન આફ્રિદી, કાગિસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ અને માર્ક વુડ બેટ્સમેનો માટે મુશ્કેલ પડકાર રજૂ કરશે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે રોહિત શર્મા સામે બોલિંગ કરવી મારા માટે આસાન નહોતું. ડેલ સ્ટેઈનનું માનવું છે કે જો રોહિત શર્મા પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને રમતી વખતે પોતાના પેડ્સનું ધ્યાન રાખે તો તેને રમવામાં સરળતા રહેશે.