Friday, April 19, 2024
Homeવર્લ્ડ કપ હોવા છતાં IPLમાં આરામ કરવા માટે મેં હજુ સુધી વિચાર્યુ...
Array

વર્લ્ડ કપ હોવા છતાં IPLમાં આરામ કરવા માટે મેં હજુ સુધી વિચાર્યુ નથી’

- Advertisement -

ભારત અને IPLની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવુ છે કે, ”આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ખિલાડી લીગના 12 સિઝનમાં એક મૌકોની જેમ લેશે અને તમામ આ એક જવાબદારી સમજશે.”

કોચ ગૈરી કિર્સટિન, આશિષ નહેરા અને ચેરમેન સંજીવ ચૂડીવાલાની સાથે RCBની મોબાઇલ એપના લોન્ચિંગ સમયે 30 વર્ષીય વિરાટ કોહલીએ કહ્યુ કે, ”આ સિઝન તમામ ભારતીય ખિલાડીઓ માટે જવાબદારી રૂપ હશે. જે પછી વર્લ્ડ કપને જોઇને પોતાની ફિટનેસની સાથે પોતાના કાર્યને ધ્યાનમાં રાખવુ જોઇએ. અમે તમામ ખિલાડીઓ દરેક મેચમાં પોતાની રમતમાં સુધાર લાવવા માટે પ્રતિબદ્ઘ છે. વર્લ્ડ કપ જોઇને આ ટૂર્નામેન્ટમાં તમામ લોકો એક મૌકાની જેમ લેશે જેટલા લોકો પણ આ મોટા ટૂર્નામેન્ટમાં જશે, તેઓ એક સારા વિચાર સાથે જશે.”

આ સિઝનમાં IPLની તમામ મેચ રમવા માટે વિરાટે કહ્યુ કે, ”મેં વિચાર્યુ નથી કે મેં કેટલી મેચમાં આરામ લઇશ અને રમીશ. જો હું 15 અથવા 11 મેચ રમુ તો ફિટ છુ પરંતુ મારુ શરીર કહે છે કે મારે વધારે મેચ રમવી જોઇએ પરંતુ જરૂરી નથી કે હું આરામ કરુ. આ અન્ય ખિલાડીઓ પર આધાર રાખે છે કે તેમની શરીરનું શું માંગ છે કેમકે તમામ વર્લ્ડ કપ માટે જવાનું છે. આ દરેક ખિલાડીઓની જવાબદારી છે કેમકે કોઇ વર્લ્ડ કપમાં બહાર નથી જવા ઇચ્છતુ.”

જોકે આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિલ્હી ડેરવિલ્સના કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યુ કે, ”વર્લ્ડ કપમાં ભારતની જીત કોહલીના ફોર્મ પર આધારિત છે.” કોહલીએ કહ્યુ કે, ”કોઇ મારા વિશે શું વિચારે છે તે મારા હાથમાં નથી. મને મારું કામ કરવાનું છે. મને દરેક મેચમાં જઇને મારી જવાબદારી પૂરી કરવાની છે રન બનાવવાની છે. ટીમનું સારુ નેતૃત્વ કરવાનું છે. મારું ધ્યાન માત્ર આ વાત પર છે. કોઇ મારા માટે સારું બોલે કે મારું ખરાબ, તે તેમના હાથમાં છે.”

RCBને 3 વખત ફાઇનલ સુધી પહોંચાડનાર કોહલીનું કહેવુ છે કે, ”અમારે ટાઇટલ નહી જીતવા માટે કોઇ ચૂકની વાત કરવામાં આવે તો આ નિર્ણય યોગ્ય નથી. હું બેસી તેમ બોલી દઉ કે અમારા નસીબ ખરાબ છે તો આ યોગ્ય નથી. આપણે પોતે નસીબ બનાવીએ છીએ. જો તમે ખોટા નિર્ણય કરશો અને બીજી ટીમ સારા નિર્ણય કરશે તો તમે હારશો. દરેક નિર્ણય સમજી વિચારીને લેવો જોઇએ. જે ટીમ IPL જીતી છે તેમણે દબાણ ઓછું લઇને નિર્ણય યોગ્ય કર્યા છે. અમારી ચૂક હતી જેથી સારા નિર્ણયો ના લઇ શકયા.”

RCB એક પણ વખત પણ ટાઇટલ ના જીતવા પર કહ્યુ કે, ”હું એમ બોલી દઉ કે દર વર્ષે અમે ટાઇટલ જીતવા માટે આવીએ છીએ તે ખોટુ છું. અમારા પ્રશંસક પણ ટાઇટલ જીતવા માટે વિચારે છે, પરંતુ તેઓ અમારા પણ દબાણ નથી કરતા અમારી મદદ કરે છે. અમે ગત વખતે શીખ્યુ છે કે, શરૂઆતથી એવું ના વિચારી લેવુ જોઇએ કે અમે જીતવા માટે આવ્યા છીએ કેમકે અન્ય ટીમ પણ જીતવા માટે આવી છે. અમે 3 ફાઇનલ અને 3 સેમી ફાઇનલ રમ્યા છીએ, પરંતુ એક પણ વખત ટાઇટલ નથી જીત્યુ. ખિલાડીઓ વ્યકિતગત રીતે પોતાની જવાબદારી માટે વિચારશે.”

RCBએ આ સિઝનમાં પહેલી મેચ 23 માર્ચના ગત વર્ષની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સની વિરુદ્ઘ પોતાના ઘરેલૂ મેદાનમાં રમશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular