Sunday, October 24, 2021
Homeવર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનો બહિષ્કાર કરે ભારત, પુલવામા હુમલા બાદ ભડક્યો ભજ્જી
Array

વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનો બહિષ્કાર કરે ભારત, પુલવામા હુમલા બાદ ભડક્યો ભજ્જી

ટર્બનેટરના નામે જાણીતા દિગ્ગજ સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે ભારતે પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં લેતા આગામી વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેત ન રમવી જોઇએ. હરભજન સિંહે કહ્યું કે ભારત જો 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે રમાનાર મેચને ગુમાવી પણ દે તો પણ એટલું મજબૂત છે કે વન ડે વર્લ્ડ કપ જીતી શકે છે.

જણાવી દઇએ કે ભારત જો આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ ન રમે તો તેને હારેલું માનવામાં આવશે. ઇંગ્લેન્ડમાં આગામી 30 મેથી આઇસીસી વન ડે વર્લ્ડ કપનું આયોજન થશે.

ભજ્જીએ જણાવ્યું કે, ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઇએ. ભારતીય ટીમ એટલી મજબૂત છે કે પાકિસ્તાન સામે રમ્યા વિના પણ વર્લ્જ કપ જીતી શકે છે. આ સમય મુશ્કેલ છે. આપણા જવાનો પર હુમલો થયો છે. તે અવિશ્વસનીય છે અને અયોગ્ય પણ છે. સરકાર જરૂર કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે આપણે તેમની સાથે કોઇપણ સંબંધ રાખવા જોઇએ નહી તો આવું ચાલતું જ રહેશે. આપણે દેશ સાથે ઉભા રહેવું જોઇએ. ક્રિકેટ, હૉકી કે કોઇ અન્ય ખેલમાં આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઇએ.

હરભજન સિંહે કહ્યું કે, અમે પહેલાં હિન્દુસ્તાની છીએ તે બાદ ક્રિકેટર છીએ. જો આજે આપણા ભાઇઓ પર હુમલા થઇ રહ્યાં છે અને તેમાં પાકિસ્તાનનો હાથ છે તો આપણે તેની સાથે કોઇ સંબંધ ન રાખવા જોઇએ. પછી તે ક્રિકેટ હોય કે વેપાર. આપણે શહીદ જવાનોના પરિવાર સાથે ઉભા રહેવું જોઇએ. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે અને આ બલિદાન બેકાર ન જવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments