Wednesday, December 8, 2021
Homeવર્લ્ડ બેંક સાથે MoU કરનારી AMC વિશ્વની પ્રથમ મહાપાલિકા, 70 અબજના ફંડ...
Array

વર્લ્ડ બેંક સાથે MoU કરનારી AMC વિશ્વની પ્રથમ મહાપાલિકા, 70 અબજના ફંડ માટે મદદ કરશે

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા વર્લ્ડ બેન્ક સાથે એમ.ઓ.યુ કરનારી દુનિયાની પહેલી મહાનગર પાલિકા બની છે. એન્વાયરમેન્ટ સંબંધી પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કે 5 વર્ષના રૂ.7000 કરોડ (રૂ.70 અબજ)ના સમજૂતી કરાર કર્યા છે. આ કરારથી અમદાવાદમાં પ્રદૂષણને ડામવા, ગ્રીન અને પાવર એફિસિયન્સ બિલ્ડિંગ બનાવા, વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવા જેવા પ્રોજેક્ટ શરૂ થશે. વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટ માટે ફંડ ઊભુ કરવામાં મદદરૂપ થશે.

પ્રદૂષિત પાણીને રિસાઇકલ કરી ઔદ્યોગિક ઉપયોગમાં લેવાનો પ્રોજેક્ટ શરૂ થશે

ઇલેક્ટ્રિક મોબિલિટી

સૌથી વધુ પ્રદૂષણ કરતી ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ઇલેક્ટ્રિક વાહનો લવાશે. ખાનગી વાહનોને ઇલેક્ટ્રિક તરફ વાળવામાં આવશે.

વેસ્ટ વોટર રિસાઇકલ

દૂષિત પાણીને રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રિયલ ઉપયોગમાં લેવા પ્રોજેક્ટ શરૂ કરાશે.

ગ્રીન બિલ્ડિંગ

એનર્જી એફિસિયન્ટ બિલ્ડિંગ- વર્ટિકલ કે ટેરેસ ગાર્ડન જેવા પ્રોજેક્ટ ઉપરાંત ઓછી ઊર્જાનો ઉપયોગ કરતી બિલ્ડિંગ બનાવા પ્લાન ઘડાશે.

વેસ્ટ ટુ એનર્જી

નવી ઊર્જા ઉત્પન કરવાના પ્રોજેક્ટ કરાશે. જેમાં બાયો ગેસ સહિતના પ્લાન્ટ સ્થપાશે.

કોને કોનો સંપર્ક કર્યો? એ વાતથી CM પણ અજાણ હતા

મુખ્યમંત્રી કાર્યાલય ખાતે એમઓયુ થયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રશ્ન કર્યો હતો કે, કોણે કોનો સંપર્ક કર્યો? મુખ્યમંત્રીનો આ સવાલ સાંભળી વર્લ્ડ બેન્કના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના એક સિનિયર અધિકારીએ જવાબ આપ્યો હતો કે, અમે ભારતમાં એક ડેવલોપ થઇ રહેલા શહેરની શોધમાં હતા, જેને પર્યાવરણની દ્રષ્ટિએ રોલ મોડેલ બનાવી શકાય. આ દરમિયાન ઘણી તપાસ બાદ અમે અમદાવાદની પસંદગી કરી હતી.

વર્લ્ડ બેન્ક આ રીતે મદદ કરશે

ચાલુ વર્ષે અમદાવાદ મહાનગર પાલિક વધુ 500 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડશે. આ બોન્ડથી ઇન્ટરનેશનલ માર્કેટ ઊભું કરવા ઉપરાંત ઇન્ટરનેશનલ ફંડ લાવવાની સલાહ આપી પીપીપી ધોરણે કરાતા પ્રોજેક્ટમાં પણ મદદરૂપ થશે.

શહેર ઔદ્યોગિક પ્રદૂષણથી મુક્ત થશે

અમદાવાદ અને આસપાસમાં અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝથી પ્રદૂષણમાં રોજ વધારો થઇ રહ્યો છે. એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં પ્રદૂષણ ઘટાડાશે. કમિશનર વિજય નેહરાએ કહ્યું હતુ કે, દિલ્હી જેવી સ્થિતિ સર્જાય અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. આપણે અર્લી બર્ડ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments