વર્લ્ડ બેન્કના અધ્યક્ષ તેમનો કાર્યકાળ પૂરો થવાના 3 વર્ષ પહેલા રાજીનામું આપશે, 1 ફેબ્રુઆરીએ પદ છોડશે

0
24

વોશિંગ્ટનઃ  વર્લ્ડ બેન્કના અધ્યક્ષ જિમ યોન્ગ કિમે સોમવારે અચાનક રાજીનામાની જાહેરાત કરી છે. તે આ મહીનાના અંત સુધીમાં રાજીનામું આપશે. તે કાર્યકાળ પૂરો થવાના 3 વર્ષ પહેલા રાજીનામું આપશે. કિમનો કાર્યકાળ 30 જૂન 2022એ પૂરો થનાર હતો.

અમેરિકા પર વર્લ્ડ બેન્કને પ્રભાવિત કરવાનો આરોપ

  • સ્ટાફને લખેલા પત્રમાં કિમે કહ્યું કે તે લાંબા સમયથી એ માને છે કે વિકાસશીલ દેશોની નાણાંકીય જરૂરિયાતો અને સહયોગ માટે ઉપલબ્ધ રકમના અંતરને ઘટાડવા પ્રાઈવેટ સેકટરની સાથે કામ કરવું મહત્વનું છે. આ કારણે મે નિર્ણય લીધો કે નવા પડકારોને સ્વીકારીને પ્રાઈવેટ ફાઈનાન્સના પ્રયાસો પર ફોકસ કરવામાં આવે.
  • કિમના નિર્ણયથી અમેરિકાનો બીજા દેશો સાથે ઝધડો વધી શકે છે. કારણ કે ઘણાં દેશો એ ફરિયાદ કરે છે કે અમેરિકાએ વર્લ્ડ બેન્ક પર પ્રભાવ બનાવ્યો છે. કિમના રાજીનામાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પસંદગીના કેન્ડીડેટને વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટના પદ માટે પસંદ કરવાની તક મળશે.
  • કિમ પ્રથમ વાર 2012માં તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયે વર્લ્ડ બેન્કના અધ્યક્ષ તરીકે પંસદ થયા હતા. ઓગસ્ટ 2016માં ઓબામાએ તેમને બીજા કાર્યકાળ માટે પસંદ કર્યા હતા.
  • વર્લ્ડ બેન્ક વિશ્વના 189 દેશોને તેમન પ્રોજેકટ્સ માટે સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ વર્લ્ડ બેન્કની રચના થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેના મોટા ભાગના અધિકારીઓ અમેરિકાના જ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here