વલસાડઃ સુગર ફેક્ટરીમાં ટાંકીમાં બ્લાસ્ટ, મોડીરાત્રે  સુગર ફેક્ટરીની ટાંકીમાં બ્લાસ્ટ થતા મોટું નુકશાન

0
10
વલસાડમાં સુગર ફેક્ટરીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો મોલાસિસ ભરેલી ટાંકીમાં બ્લાટ થતાં આસપાસના ખેતરોમાં મોલાસિસ પથરાયો હતો. જેના પગલે પાકને મોટું નુકસાન થવા પામ્યું છે . મોલાસિસ ખેતરોમાં પથરાતા જાણે મોલાસિસના તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. મળતી  માહિતી પ્રમાણે ટાંકીમાં 4 હજાર ટન મોલાસિસનો ભરેલો હતો. આ ઉપરાંત સુગર ફેક્ટરીમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે.   મળતી માહિતી પ્રમાણે  વલસાડમાં સુગર ફેક્ટરીમાં મોલાસિસની ટાંકીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક બ્લાસ્ટ થોય હતો. ટાંકીમાં થયેલા બ્લાસ્ટના કારણે હજારો ટન મોલાસિસનો  જથ્થો આસપાસના ખેતરોમાં પથરાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here