વલસાડમાંથી ઝિમ્બાબ્વેના બે યુવકો દારૂ સાથે ઝડપાયા

0
46

સુરતઃ વલસાડ અતુલ ફર્સ્ટ ગેટ ઓવરબ્રિજ પર મુંબઈથી સુરત જતા રોડ પર પોલીસેને મળેલી બાતમી આધારે એક મરૂન કલરની કાર (GJ-05-CM-9723)માં પાસ પરમીટ વગર પરપ્રાંતીય વિસ્કી અને બિયર સાથે ઝિમ્બાબ્વેના બે યુવકોને ઝડપી પાડ્યા હતા.

કારમાં દારૂની હેરાફેરી
વલસાડ રૂરલ પોલસીને દમણથી અમદાવાદ દારૂ  ભરી કાર જઈ રહી હોવાની બાતમી મળી હતી. એક મરૂન કલરની કારમાં દારૂ લઈ જવામાં આવતા હોવાની બાતમી આધારે  અતુલ ફર્સ્ટ ગેટ ઓવરબ્રિજ પાસેથી કારને ઝડપી પાડી હતી. કારમાં સવાર 2 ઈસમો ઝિમ્બાબ્વેથી વડોદરા અભ્યાસ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓના નામ પૂછતા બ્રાઈટન રોબસન ચિકવીરા(રહે. શ્યામલ ગ્રીન આજવા રોડ બરોડ અને મૂળ હરારે ઝિમ્બાબ્વે) અને ઝુઝમજી ક્લાઈવ ન્ક્યૂબી(રહે. ક્રિષ્ના રેસીડેન્સી બરોડા અને મૂળ સીનટોશી ઝિમ્બાબ્વે) હોવાનું જાણાવ્યું હતું.
2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે કારમાં તપાસ કરતા વિસ્કી અને બિયર નંગ 174 કિંમત 92,400 સાથે કુલ્લે 2.43 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બરોડા ખાતે બીકોમના અભ્યાસ માટે આવ્યા હોવાનું યુવકોએ જણાવ્યું હતું. એક મહિના પહેલા પણ ઝિમ્બાબ્વેનો એક યુવક પારડી પોલીસ મથક ખાતે દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે. આરોપીઓ વિદેશી હોવાની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની પોલીસને આશંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here