Sunday, November 28, 2021
Homeવલસાડમાં એસટી કર્મીની માંગણી સંતોષાતા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો
Array

વલસાડમાં એસટી કર્મીની માંગણી સંતોષાતા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

સુરતઃ વલસાડમાં એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ સંતોષતા કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. વલસાડ ડેપો ખાતે એસટીના કર્મચારીઓએ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ વહેંચી ઉત્સવ મનાવ્યો હતો.

વાટાઘાટ બાદ લેવાયેલા નિર્ણયોને સ્વીકાર્યા
લોકસભા ચૂંટણી પહેલા પોતાની માંગણીઓને લઇને એસટી બસોના પૈડા થંભાવી દેનાર એસટી નિગમના કર્મચારીઓની માંગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળોના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી હતી. એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમને 300 કરોડનું એરિયર્સ ચૂકવવામાં આવશે. એસટીના કર્મીઓના ત્રણ યુનિયનના હોદ્દેદારોએ ત્રણેય મંત્રીઓની કમિટી સાથે વાટાઘાટ બાદ લેવાયેલા આ નિર્ણયોને સ્વીકાર્યા છે.
એસટી નિગમના કર્મીઓ માટે શું નિર્ણય
  • એસટી નિગમના કર્મચારીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ મળશે
  • એસટી નિગમના કર્મચારીઓને 300 કરોડની એરિયર્સની રકમ 3 હપ્તા જૂન, ઓગષ્ટ અને ઓક્ટોબરમાં ચૂકવાશે
  • ડ્રાઈવર-કંડક્ટરોનો ગ્રેડ પે સુધારાતા ડ્રાયવરના પગારમાં 4થી સવા ચાર હજાર જ્યારે કંડક્ટરના પગારમાં અઢીથી ત્રણ
  • હજારનો વધારો થશે
  • પગારપંચનો સમયગાળો 10 વર્ષનો હોય છે, પરંતુ સરકારે આ સમયગાળો આઠ વર્ષ એટલે કે 2026 સુધી માન્ય રાખવાની માંગણી સ્વીકારી છે. ત્યારબાદ એસટી કર્મીઓને 8મા પગાર પંચનો લાભ મળી શકશે
  • એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર પણ સુધારાશે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments