Tuesday, September 21, 2021
Homeવલસાડમાં કાર ચાલકે 2 બાઈક ચાલકને ઉડાવ્યા,
Array

વલસાડમાં કાર ચાલકે 2 બાઈક ચાલકને ઉડાવ્યા,

સુરતઃ વલસાડ ખેરગામ રોડ ઉપર ગોરવાડા વળાંક પાસે પૂર ઝડપે કાર ચાલકે 2 મોટર સાઇલકોને અડફેટે લીધી હતી. જેમાં એક મોટર સાઇકલ ચાલકને ગંભીર ઇજાને લઇ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક ચાલકને નજીવી ઇજા થઇ હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

કાર ચાલકે ત્રણ અકસ્માત કર્યા
વલસાડ ખેરગામ રોડ ઉપર આછવણીથી ગણેશ ગુલાબ પટેલ પોતાની મોટર સાઇકલ નં. GJ-21-BB -2296 ગુંદલાવ કંપનીમાં રાત્રે નોકરી માટે આવતો હતો. દરમિયાન ગોરવાડા પાસે વળાંક ઉપર વલસાડથી ખેરગામ જતી કાર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને સામેથી આવતી મોટર સાઈકલને ટક્કર મારી ધડાકાભેર ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન જતા તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. ગણેશ પાસે એટીએમ સિવાય બીજા કોઈ ઓળખના પુરાવા મળ્યા ન હતા. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યારે ઘટના સ્થળથી જાણવા મળ્યા મુજબ આ કાર ચાલકે અન્ય બાઇકને અડફેટે લીધી હતી. તે મોટર સાઇકલ ચાલકને નજીવી ઈજાઓ થઇ હતી. ઘટના સ્થળથી કાર ચાલકે પોતાની લાઈટ બંધ કરી કાર ફૂલ સ્પીડે હંકારી ગયો હતો. જેથી અવર જવર કરતા લોકોને કારનો નંબર મળી શક્યો ન હતો. ઘટનાની મુકેશ બચુ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સિવિલનું કોલ્ડ સ્ટ્રોરેજ બંધ, લાશ રઝળતી રહી
ગોરવાડા ખાતે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની લાશને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કોલ્ડ સ્ટોરેજની 10 કેબીન પૈકી 6 કેબીન બંધ હાલતમાં હતી. જયારે 4 કેબિનમાં અન્ય લાશો મુકેલી હોવાથી યુવકની લાશને લઈને પરિવાર રખડતો રહ્યો હતો.
રાત્રે પીએમ કરવું પડ્યું
મધ્ય રાત્રે રૂલર પોલીસ પીએસઆઇ આવ્યા બાદ પીએમ કરવાની ફરજ પડી હતી. અને પરિવાર જનો વહેલી સવારે ગણેશની અંતિમયાત્રા કાઢવાના હોવાથી રાત્રે પીએમ કરવું પડ્યું હતું.
કાર ચાલકને પકડવા લોકો દોડ્યા
ગોરવાડા ખાતે રહેતા હનીફ મહમદ ઉસ્માન કાપડિયાએ જણાવ્યું હતું કે પહેલા અમારી દુકાન સામે એક મોટર સાઈકલને ટક્કર મારીને ભાગેલી કાર પાછળ બીજા મોટર સાઇકલ ચાલકો દોડ્યા હતા. ત્યાં બીજા વળાંક પાસે બીજી મોટર સાઈકલને રોંગ સાઈડ ઉપર જઈને કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારને રિવર્સ લઈને ભાગવા જતા ગણેશનું માથું કારના ટાયર નીચે આવી ગયું હતું. અને કારને રિવર્સ લઈને મેન રોડ ઉપર લાવી કાર ચાલક ખેરગામ તરફ ભાગ્યો હતો. કારની લાઈટ બંધ રાખેલી હોવાથી નંબર વાંચી શકાયો નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments