વલસાડમાં ગાય ભરેલો ટેમ્પો ઝડપાયો, સાંસદ સી.આર.પાટીલનો લેટર મળ્યો

0
58

સુરતઃ  વલસાડ નજીક હાઈ વે પર અતુલ પાસે ગાયો ભેરેલો એક ટેમ્પો ગૌરક્ષકોએ ઝડપી પાડ્યો હતો. અને ટેમ્પો ચાલકને ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પો ચાલક પાસેથી નવસારીના સાંસદનો ભલામણ કરતો એક લેટર પણ મળી આવ્યો હતો.

વલસાડના નજીક હાઈ વે પર આવેલા અતુલ નજીક ગૌરક્ષકો દ્વારા ગાય ભરેલો ટેમ્પો સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલકની તપાસ કરતા નવસારીના સાંસદ સીઆર પાટીલનો એક લેટર મળી આવ્યો હતો. જેમાં સુરતના સચિન ખાતે કામધેનું ડેરી ફાર્મમાં ગાય-ભેંસો ભેગી કરવામાં આવતી હોવાથી ટેમ્પો(GJ-5-CM-4935)ને સહકાર આપવા ભલામણ છે. જોકે, ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો.

ગાય ભરેલા ટેમ્પો ઝડપાતા મળી આવેલા લેટર અંગે નવસારી સાંસદ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ લેટર મે લખ્યો નથી. અને આવી કોઈ ભલામણ પણ મારા દ્વારા કરવામાં આવી નથી. મારા લેટરનો કોઈએ દૂરઉપયોગ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here