વલસાડ ની યુવતીની બેંગલોરની એન્જિનીયરિંગ કોલેજમાં હત્યા,

0
0

સુરતઃ બેંગલોરમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતી વલસાડના છરવાડા ગામની 22 વર્ષીય યુવતીની કોલેજમાં રહસ્યમય સંજોગોમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પાંચ દિવસ બાદ મૃતદેહ વતન વલસાડ લાવવામાં આવતા બનવની લોકોને જાણ થઈ હતી.

( ફાઈલ ફોટો )

મળતી માહિતી પ્રમાણે, મૂળ વલસાડ તાલુકાના છરવાડા ગામના રહેવાસી અને હાલતમાં ડુંગરી ધરાસણા રોડ પર ડુંગરી નહેરની બાજુમાં રહેતા હર્ષદભાઈ પટેલ રહે છે. તેને ત્રણ સંતાનો છે. જે પૈકી મોટી દીકરી 22 વર્ષીય વૃતિને તેમણે જેએમઈના અભ્યાસ માટે બેંગલોર મોકલાવી હતી. બેંગલોર કોલેજમાં તે અન્જિનીયરિંગનો અભ્યાસ કરતી હતી. કોલેજમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. દરમિયાન 6 દિવસ પહેલાં તેની કોઈએ હત્યા કરી નાખી હતી. બેંગલોર પોલીસને જાણ થતા પોલીસે હત્યાની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ હર્ષદભાઈને તેમની પુત્રીની મોતની જાણ કરાઈ હતી.

મૃતદેહ ઘરે આવતા સંબંધીઓને જાણ થઈ

વૃતિના મૃતદેહનું પેનલ પીએમ સહિતની કાર્યવાહી કર્યા બાદ બેંગલોરથી વિમાન મારફતે વૃતિનો મૃતદેહ મુંબઈ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જે બાદ મુંબઈ એરપોર્ટથી વૃતિના મૃતદેહને વલસાડ લાવવામાં આવ્યો હતો. મૃતદેહ માદરે વતન પરત ફરતા વૃતિની હત્યાની સંબંધીઓને જાણ થઈ હતી. વૃતિની હત્યા કેમ કરાઈ તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here