Sunday, October 17, 2021
Homeવલસાડ પાલિકાના રોજમદારોની હડતાળને 36 કલાક વીતી ગયા, એટલે શહેરમાં પાણી બંધ...
Array

વલસાડ પાલિકાના રોજમદારોની હડતાળને 36 કલાક વીતી ગયા, એટલે શહેરમાં પાણી બંધ થઈ ગયા

વલસાડ નગરપાલિકાના રોજમદારોની હડતાળને 36 કલાક જેટલો સમય વીતી ગયો છે. આ હડતાળના પગલે 36 કલાકમાં જ પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેને લઈને કેટલાક વિસ્તારોના રહીશોએ પાલિકા પાસે મોરચો કાઢ્યો હતો. તો બીજી તરફ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તમામ સુવિધા માટે સજ્જ હોવાનો દાવો કર્યો હતો. વલસાડના ધોબીતળાવ વિસ્તાર ગતરોજથી પાણની સુવિધાથી વંચિત લોકોએ ટેન્કર મંગાવીને જરૂરિયાત પુરી કરી હતી. ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે 4 જેટલા વોર્ડમાં પાણી ચાલુ થઇ ગયું છે. તમામ જગ્યા પર પાણીનો સપ્લાઈ કરવામાં આવશે. અને સફાઈ માટે આઉટસોર્સથી માણસો લાવી સફાઈ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments