Thursday, September 23, 2021
Homeવલસાડ માં ભાજપ ના નેતા ઓ વચ્ચે ગાળાગાળી બાદમાં હાથાપાઈ સુધી પહોંચી,...
Array

વલસાડ માં ભાજપ ના નેતા ઓ વચ્ચે ગાળાગાળી બાદમાં હાથાપાઈ સુધી પહોંચી, ચૂંટણી પહેલાં ડખા

લોકસભાની ચૂંટણીનાં પડધમ વાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા ભાજપના મીડીયા સેલના કન્વિનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે બબાલ થતા વાતાવરણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર ડૉ. કે. સી. પટેલ ફોર્મ ભરવા જતા હતા તે વખતે કલેક્ટર કચેરીમાં જ બબાલ થઈ હતી. ભાજપના મીડીયા સેલના ગ્રુપમાં માત્ર એડમીન જ મેસેજ કરી શકે તેવી વ્યવસ્થાથી ધારાસભ્ય નારાજ હતા.

ફોટો અપલોડ કરવા બાબતે શરૂ થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલી. બાદમાં ગાળાગાળી અને છેલ્લે હાથાપાઇ સુધી પહોચી હતી. એટલું જ નહીં પણ ભરત પટેલના નજીકના સગા અને વલસાડ તાલુકા મીડીયા સેલના મિહીર પટેલે પારસ દેસાઇને તમાચા ઠોકી દેતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જો કે ત્યારબાદ ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે આવતાં મામલો વધુ ગરમાયો હતો.

ધારાસભ્ય ભરતભાઇએ પણ પોતાની સજ્જનતા બાજુએ મુકીને જે રીતે ગાળાગાળી કરી હતી તે જાઇને ભાજપનાં કાર્યકરો પણ સ્તબ્ધ બની ગયાં હતાં. જો કે પાછળથી ભાજપનાં અન્ય નેતાઓએ બંનેને છુટા પાડી મામલો શાંત પાડ્યો હતો. પરંતુ ફોર્મ ભરવાનાં ટાણે જ શરૂ થયેલો આ ડખો કેટલો ચાલશે અને ચૂંટણીને કેવી અસર કરશે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments