Wednesday, September 22, 2021
Homeવલસાડ માં યુવક પર દીપડા નો હુમલો, હોસ્પિટલમાં ખસેડાયો
Array

વલસાડ માં યુવક પર દીપડા નો હુમલો, હોસ્પિટલમાં ખસેડાયો

સુરતઃ વલસાડના પારનેરા ગામમાં આવેલા સેકેન્ડ ગેટ ખાતે દીપડાએ યુવાન પર હુમલો કરતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાલ યુવકને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

દીપડા પકડવા પાંજરું મૂકવા માંગ

વલસાડના પારનેરા ગામમાં આવેલા સેકેન્ડ ગેટ ખાતે શ્રી રામ નામનો યુવક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન દીપડાએ માથાના ભાગે પંજો મારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સવારે 5:30 કલાકે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્લકાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવે અને બીજીવાર આવી ઘટના ન બને એવી અતુલના લોકોમાં માંગ ઉઠવા પામી છે.

અકસ્માતમાં બે દીપડાના મોત થઈ ચૂક્યા છે

વલસાડના અતુલ હાઈ વે ખાતે બે વાર દીપડા જોવામાં આવ્યા છે. જેમાં બંનેવાર હાઇ વે અકસ્માતમાં દીપડાના મોત નિપજ્યા છે. જ્યારે આ અતુલ ખાતે ત્રીજી ઘટના છે. જેમાં દીપડાએ યુવાન પર હુમલો કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments