Sunday, November 28, 2021
Homeવસુધૈવ કુટુમ્બક,સામાજીક સમરસતા અને વિશ્વશાંતિનો દિવ્ય સંદેશો આપે છે કુંભમેળો: પીએમ મોદી
Array

વસુધૈવ કુટુમ્બક,સામાજીક સમરસતા અને વિશ્વશાંતિનો દિવ્ય સંદેશો આપે છે કુંભમેળો: પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુંભમેળામાં વિદેશોથી ગંગાસ્નાન અને દર્શનનો લાભ લેવા પધારેલા લોકોને સંબોધિત કર્યા હતા. એક દાર્શનિકની અદાથી મોદીએ કુંભમેળાની ખાસિયતો વિશે પોતાની આગવી શૈલી માં વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું કે યુરોપના એક આખા દેશની વસ્તી જેટલા લોકો તો એક જ દિવસ માં કુંભમેળા માં ગંગાસ્નાન માટે પહોંચી જાય છે, ખરેખર આવી વ્યવસ્થા અંગે મેનેજમેન્ટ ના વિદ્યાર્થી ઓ કેસ સ્ટડી (દાખલારૂપ અભ્યાસ) કરી શકે છે. કુંભમેળામાં એવી તો અદભુત વ્યવસ્થા છે જેમાં બધાનો-સમાજના બધા વર્ગોનો સમાવેશ થાય છે, બધાને સંતોષ અને સૌ કોઇની સુખાકારીની વ્યવસ્થા આવા પુરાતન દિવ્ય કુંભમેળામાં જ જોવા મળે છે.

દેશ-દુનિયાના તીર્થયાત્રીઓ કુંભની મુલાકાતે આવી પહોંચે છે

યાત્રિકોને સંબોધતા મોદીએ જણાવ્યું કે,’કોઇ પણ આમંત્રણ કે ઔપચારિકતા વિના હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માં ગંગાના ચરણોમાં દેશ-વિદેશથી પહોંચી જાય છે કારણ કે આપને કુંભ હ્રદયથી ગમવા લાગે છે. તમને એ પણ ખબર છે કે આ પૂર્ણ કુંભ નથી પણ જ્યારે પૂર્ણ કુંભ મેળો લાગે ત્યારે આપ એની તાકાતનો અંદાઝ પણ લગાવી શકો છો. આ વિરાટ સમાગમનું આધ્યાત્મિક મહત્વ તો છે જ પણ એનું સામાજીક બદલાવ લાવવામાં પણ સિેહફાળો છે. ખરેખર તો આ એક પ્રાચીન કાળથી ચાલતી આવતી વિરાટ પંચાયત છે. દર 12 વર્ષે આ વિરાટ પંચાયતમાં પુનર્વિચાર(રીવ્યુ) કરીને એ નક્કી કરવામાં આવે છે કે સમાજમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂરત છે ‘

વિશ્વશાંતિનો સંદેશ આપે છે કુંભમેળો

કુંભમેળા અંગે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું કે દર ત્રણ વર્ષે કુંભમેળામાં સમાજની વ્યવસ્થાનો રિવ્યુ એટલે કે પુનર્વિચાર થાય છે. તમે એ પણ જોયુ હશે કે કુંભમેળામાં સર્વસામાન્ય લોકો માટે ભલાઇનો સંદેશો હતો. વિશ્વમાં ભારતનું પ્રવાસમાં એક આગવુ સ્થાન બની ગયુ છે કારણ કે દુનિયા વિશ્વ શાંતિની શોધમાં છે. જીવનની ભાગદોડમાં માણસ એના ખુદને માટે થોડોક સમય શાંતિનો વિતાવા ઇચ્છે છે. ધન-વૈભવ-સમૃદ્ધિ માણસને ચકાચૌંધ કરીને પ્રભાવિત તો કરે છે પણ એને પ્રેરણા નથી આપતી. ભૌતિક સમૃદ્ધિના અભાવમાં પણ અંતરમનને કેવી રીતે આનંદમાં રાખી શકાય છે એ આપે કુંભ મેળામાં અનુભવ કર્યો હશે. વધુમાં મોદીઓ કુંભમેળાના વિદેશી મુલાકાતીઓને જણાવ્યું કે આપ સૌ કોઇએ કુંભમેળાના કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું એ બદલ અમો આપના આભારી છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments