Saturday, October 23, 2021
Homeવસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સેલ્ફી લેનાર 6ની ધરપકડ, પણ ગુનો દાખલ ન કરાયો
Array

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સેલ્ફી લેનાર 6ની ધરપકડ, પણ ગુનો દાખલ ન કરાયો

અમદાવાદ: દારૂની મહેફિલ માણતા પકડાયેલા યુવકોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના રેસ્ટ રૂમમાં પોલીસની કેપ પહેરીને સેલ્ફી પાડી તે ફોટા સોશિયલ મીડિયા પર વહેતા કરવાના મામલે છની ધરપકડ કરવામાં આવી છે.

ફોટાથી ખોટો સંકેત લોકો સુધી પહોંચ્યો હતો

જોકે સેલ્ફી પાડવી એ ગુનો બનતો નથી, પોલીસ સ્ટેશનમાં સેલ્ફી પાડવી એ પણ ગુનો બનતો નથી તેમ જ પોલીસની કેપ પહેરીને સેલ્ફી પડાવવી તે પણ ગુનો બનતો ન હોવાથી આ તમામ સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હોવાનું વસ્ત્રાપુર ડિસ્ટાફ પીએસઆઈ એમ. એ.વાઘેલાએ જણાવ્યું છે. જોકે  જે રીતે આ સેલ્ફી સોશિયલ મીડિયામાં વહેતી કરાઈ હતી, તે જોતાં એક ખોટો સંકેત લોકો સુધી પહોંચ્યો હતો. આથી તકેદારીના ભાગરૂપે છ યુવકોની ધરપકડ કરાઈ છે. જોકે આ યુવકે પહેરેલી કેપ કયા પોલીસ કર્મચારીની છે તે અંગે પોલીસ પણ મૌન છે.

આ છની ધરપકડ

કુલવીન્દરસિંગ મક્કર (પંજાબ)
ગુરપ્રીતસિંગ ખૈતાન (ગુરુકુલ)
મનપ્રીત બગ્ગા (કલોલ)
રોહન ઘાંચી (રિલીફ રોડ)
ગણેશ રાજપુરોહિત (આંબાવાડી)
વિશેષ જૈન (સાબરમતી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments