Tuesday, January 18, 2022
Homeવાંકાનેરના રાતાવીરડા ગામ પાસેથી એકસાથે 4 ઘોડા ડોક્ટર ઝડપાયા
Array

વાંકાનેરના રાતાવીરડા ગામ પાસેથી એકસાથે 4 ઘોડા ડોક્ટર ઝડપાયા

મોરબી: મોરબી એસઓજીની ટીમે વાંકાનેરનાં રાતાવીરડા પાસેથી એકસાથે ચાર ઘોડા ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા મોટા ભાગના તબીબ માત્ર 10 કે 12 સુધી જ અભ્યાસ કરેલો છે. અગાઉ અન્ય હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી તેના અનુભવના આધારે ડોક્ટર બની ફરતા હતા. આ તબીબો જથ્થાબંધ રીતે દવાઓ ખરીદી કરતા હતા. એસઓજીની ટીમે બાલાજી હોસ્પિટલ ચલાવતા સુરેન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા, ક્રિષ્ના ક્લિનિક ચલાવતા ભદ્રેશ મનસુખ રામાવત, ઓમ ક્લિનિકનાં હિતેશ ગુલાબભાઈ શ્રીમાળી તેમજ પ્રદિપ પ્રશાંત મંડળને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા બોગસ તબીબ પાસેથી 59,930ની દવા, ઈજેક્શન, ગ્લુકોઝ બોટલ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો. છેલ્લા 2 જ મહિનામાં 8 જેટલા ઘોડા ડોક્ટર પોલીસની ઝપટમાં ચઢી ગયા છે. મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી આયુર્વેદિક, હોમિયોપેથીક કે એલોપેથી તબીબને નામે ઘોડા ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મોટા ભાગના ડોકટર બોગસ ડિગ્રી બતાવી દર્દીઓને છેતરી રહ્યા છે. સામાન્ય દર્દીઓ તબીબનાં સર્ટીફીકેટનાં આધારે તબીબ સાચો છે કે બોગસ તેની ચકાસણી કરી શકતા હોય છે. જો કે તબીબ બોગસ ડિગ્રી છે એ સામાન્ય દર્દીઓને ખ્યાલ જ આવતો નથી જેના કારણે આવા લેભાગુઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

મોરબી જિલ્લામાં બોગસ તબીબ અંગેની ફરિયાદ મળે અથવા પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ કરવામાં આવે ત્યારે આરોગ્ય શાખાની ટીમ સાથે હોય છે અને તેની સામે કાર્યવાહી કરે છે. જો કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવ્યું નથી. આગામી સમયમાં સામાન્ય લોકો માટે આવા બોગસ ડોક્ટરની પાસે સારવાર ન લેવા જાય અને તે અંગે જાગૃતિ આવે તો સેમીનારનું આયોજન કરીશું. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ કતીરાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular