વાંકાનેરમાં મંદિર નજીક યુવાનની ધડ-માથુ અલગ કરેલી લાશ,

0
70

વાંકાનેર: શુક્રવારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા મેલડી માતાજીના મંદિર નજીક બિહારી શ્રમિક યુવાન મુન્ના ચૌબેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની હત્યા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ મુન્નાનું ગળું ધડથી કાપી અલગ કરી દીધું હતું. તેમજ ઘટનાસ્થળે મીઠાનો જથ્થો મળી આવ્યો હતો. આથી બલિ ચડાવાઇ હોય તેવી પ્રાથમિક શંકા સેવાઇ રહી છે.

પોલીસની વિવિધ દિશામાં તપાસ: આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મુન્નાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. બલિની શંકા અંગે તપાસનીશ અધિકારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જો બલિ ચડાવાઇ હોય મંદિરની પાસે લોહીના ડાઘ હોય પરંતુ ત્યાં લોહીના ડાઘ જોવા મળ્યા નથી. એટલે બલિ ચડાવાઇ હોય તે કહેવું મુશ્કેલ છે. આ અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જ હત્યા છે કે બલિ ચડાવાઇ છે તે બહાર આવશે.

મુન્ના ચૌબે મૂળ બિહારનો વતની: મુન્ના ચૌબે પરિણીત છે અને તેનો પરિવાર બિહારમાં રહે છે. તે થોડા મહિના પહેલા જ વાંકાનેર આવ્યો હતો અને ટોકો સિરામીકમાં મજૂરી કામ કરતો હતો. ધડ અને માથુ અલગ હાલતમાં મળી આવતા ક્રૂરતાપૂર્વક કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હત્યારા અને હત્યાનુ કારણ શોધવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here