વાંકાનેરમાં રોજુ ખોલવા ગયેલા પરિવારના ઘરમાંથી રૂ.17.50.લાખના મુદ્દામાલની ચોરી

0
60

વાંકાનેરનાં વ્હોરાવાડમાં રહેતા વેપારીનાં ઘરના શુક્રવારે સાંજે તસ્કરો ત્રાટકયા હતા અને ઘરના દરવાજા તોડી તિજોરીમાં રાખેલા સોનાનાં દાગીના અને રોકડ રકમ સહિત રૂ.17.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ અને એફએસએલની ટીમ દોડી ગઈ હતી.અને તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરનાં જોશીફળી-4માં આવેલ વ્હોરાવાડમાં રહેતા અને ફકરી ટીમ્બર માર્ટ નામની લાતીમાં ઇમારતી લાકડા વેચવાનો વ્યવસાય કરતા વેપારી હુસેનભાઈ મન્સુરભાઈ મલકાણી શુક્રવારે સાંજે તેમના માતા પિતાં પત્ની તેમજ બન્ને પુત્રી સાથે તેમના વિસ્તારમાં આવેલી સૈફી મસ્જિદમાં રોજુ ખોલવા ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. ઘરનાં દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી તિજોરીની ચાવી શોધી તેમાં રાખેલા રૂ.15. 20 લાખનાસોનાના 621 ગ્રામના દાગીના રૂ.2 લાખ રોકડ. મળી કુલ 17.50.લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નમાજ અદા કરી પરત ફર્યા તો ઘરનું તાળું તૂટેલું.જોતા ચોરી થયાની શન્કા જતા તુરંત ઘરમાં તપાસ કરી હતી અને કબાટમાંથી દાગીના આને રોકડ રકમ ગાયબ જણાતાં વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ મથકના પીઆઇ એમ.વી.ઝાલા અને સ્ટાફ દોડી ગયા હતા અને આસપાસના સીસીટીવી કેમેરાનાં ફૂટેઝ અને એફએસએલની મદદથી તપાસ.હાથ ધરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here