રાજકોટ: RR સેલને મળેલી બાતમીના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન કર્ણાટક પાસિંગવાળા ટ્રકને રોકતાં તેમાંથી 50 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી મુંબઈના એક આરોપીની ધરપકડ કરી છે.
દારૂ કોને અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલુ
ઘટનાની વિગત અનુસાર વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટોલનાકા પાસેથી એક ગેરકાયદેસર વિદેશી દારૂથી ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમી મળતાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન કર્ણાટક પાસિંગના ટ્રક નંબર KA-52-9726ને રોકી તેની તપાસ કરતા તેમાંથી 50 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે મૂળ યુપી અને હાલ મુંબઈમાં રહેતા આરોપી મહેન્દ્ર યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો? અને ક્યાં આપવાનો હતો તે અંગે તપાસ ચાલુ છે.